હિના ખાનની ઈન્ડો-હોલીવુડ ફિલ્મનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

Published: Sep 11, 2019, 19:33 IST | મુંબઈ

હિના ખાનની ઈન્ડો હોલીવુડ ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જુઓ તેની તસવીરો.

હિના ખાનની ઈન્ડો-હોલીવુડ ફિલ્મનો ફર્સ્ટ લૂક આવ્યો સામે
હિના ખાનની ઈન્ડો-હોલીવુડ ફિલ્મનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઈલિશ અને ખૂબસૂરત એક્ટ્રેસ હિના ખાન હાલમાં પોતાના બોલીવુડ ડેબ્યૂના કારણે ચર્ચામાં બનેલી છે. બોલીવુડ ફિલ્મોની સાથે સાથે હિના ખાન જલ્દી જ ઈન્ડો બોલીવુડ ફિલ્મ કન્ટ્રી ઑફ બ્લાઈન્ડમાં નજર આવશે. આ ફિલ્મનો લૂક હિના ખાને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

 
 
 
View this post on Instagram

Meet “Gosha” My first Indo-Hollywood project, Directed by our very own and talented @rahatkazmi #CountryOfBlind

A post shared by Hina Khan (@realhinakhan) onSep 11, 2019 at 12:59am PDT


એક્ટ્રેસ હિના ખાને પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પોતાની ફિલ્મના ફર્સ્ટ લૂકને શેર કર્યો છે, આ તસવીરો સાથે હિના ખાન લખે છે કે, મળો ગોશાને, મારા પહેલો ઈંડો-હોલીવુડ પ્રોજેક્ટ, ડાયરેક્ટેડ બાય વન એન્ડ ઓનલી રાહત કાઝમી, કંટ્રી ઑફ બ્લાઈન્ડ.


આ તસવીરોમાં હિના ખાન એક આદિવાસી યુવતીના રોલમાં ગેટઅપમાં નજર આવે છે. તેણે જાનવરોની ખાલ અને ફરથી બનેલા કપડા પહેરી રાખ્યા છે. પોતાની આ તસવીરોમાં હિના ખાન ધનુષ પકડીને નિશાન લગાવતી જોવા મળી રહી છે. હિના ખાને લીલા રંગના લેન્સ પહેરેલા છે.

આ પણ જુઓઃ ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

તમને જણાવી દઈએ કે ધ કન્ટ્રી ઑફ બ્લાઈન્ડમાં હિના ખાન એક દિવ્યાંગ યુવતીના કિરદારમાં નજર આવવાની છે. જેનું નામ ગોશા છે. આ ફિલ્મમાં કિરદારને સારી રીતે સમજવા માટે હિના દિવ્યાંગ સ્કૂલમાં ટ્રેનિંગ લીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK