Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Hina Khanની ગ્લેમરસ તસવીર થઈ વાઈરલ, લહેંગા સાથે ચશ્માની સ્ટાઈલ ચર્ચામાં

Hina Khanની ગ્લેમરસ તસવીર થઈ વાઈરલ, લહેંગા સાથે ચશ્માની સ્ટાઈલ ચર્ચામાં

20 December, 2020 11:53 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Hina Khanની ગ્લેમરસ તસવીર થઈ વાઈરલ, લહેંગા સાથે ચશ્માની સ્ટાઈલ ચર્ચામાં

હિના ખાન. તસવીર સૌજન્ય - જાગરણ

હિના ખાન. તસવીર સૌજન્ય - જાગરણ


ટેલિવિઝનથી બૉલીવુડ સુધી પોતાની અલગ ઓળખાણ બનાવનારી એક્ટ્રેસ હિના ખાન પોતાની જબરદસ્ત સ્ટાઈલ માટે જાણીતી છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયોના લીધે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા હિના ખાન માલદીવ્સમાં વેકેશનની મજા માણી રહી હતી. માલદીવ્સથી હિના ખાનની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. ત્યાંથી પરત ફર્યા બાદ એકવાર ફરીથી હિના ખાના પોતાના ફોટોશૂટમાં વ્યસ્ત થઈ ગઈ છે. હિનાની સુંદર તસવીરો સામે આવી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ તસવીરોને જોઈને ફૅન્સના હોંશ પણ ઉડી ગયા છે.

 
 
 
View this post on Instagram

A post shared by HK (@realhinakhan)




એક્ટ્રેસ હિના ખાને તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તેનો લૂક એટલો ફ્રેશ લાગી રહ્યો છે કે ફૅન્સ જોઈને એના દિવાના થઈ રહ્યા છે. શૅર કરેલી તસવીરમાં તે પિન્ક અને ઑફ વાઈટ કલરના લહેંગામાં નજર આવી રહી છે. આ ડ્રેસ સાથે હિનાએ હેવી જ્વેલરી પહેરી છે. તેનો આ સિમ્પલ મેકઅપ લૂક તેને હજી સુંદર અને ફ્રેશ ફીલ કરાવી રહ્યો છે. તેમ જ હિનાની સ્ટાઈલ એના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. તેમ જ લહેંગા સાથે હિના ખાને ચશ્મા પણ પહેર્યા છે, જે ઘણા સુંદર લાગી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by HK (@realhinakhan)


હિનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં તે સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન સાથે બિગ-બૉસ 14માં સીનિયર તરીકે નજર આવી હતી. ફૅન્સને શૉ દરમિયાન હિના ખાનની ગેમ ઘણી પસંદ આવી હતી. તેમ જ આ વર્ષે હિના ખાનની વેબ સીરીઝ 'ડેમેજ્ડ-2' રિલીઝ થઈ હતી. આ સિવાય તે ટીવીનો ફૅમસ શૉ નાગિનના ચોથા સીઝનમાં પણ જોવા મળી હતી. આ સીરિયલમાં એણે નાગેશ્વરીનો રોલ પ્લે કર્યો હતો. તમને જણાવી દઈએ કે હિના ખાને પોતાના ટીવી કરિયરમાં 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી. તેમ જ હિના ખાને બૉલીવુડ ફિલ્મ 'હેક્ડ'માં પણ કામ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2020 11:53 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK