કસૌટી...માં પાછી આવી કોમોલિકા, મિ. બજાજ સાથે મિલાવ્યા હાથ

Published: Jun 21, 2019, 16:33 IST | મુંબઈ

અનુરાગ અને પ્રેરણાના જીવનમાં ફરી આવી છે કોમોલિકા.જી હા ફરી એક વાર કોમોલિકા કહેર વર્તાવશે.

કસૌટી...માં પાછી આવી કોમોલિકા
કસૌટી...માં પાછી આવી કોમોલિકા

એક મહિના પહેલા કોમોલિકા એટલે કે હિના ખાનની એક્ઝિટ બતાવવામાં આવી હતી. પરંતુ હવે તેના ચાહકો માટે સારા સમાચાર છે. કેન્સમાંથી હિના ખાન પાછી આવી ગઈ છે. અને તે કસૌટીમાં પણ પાછી ફરી છે.

જૂન 20ના ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં હિના ખાન પાછી ફરી છે. શોમાં મિસ્ટર બજાજની એન્ટ્રી થતા જ તે સોશિયલ મીડિયામાં હોટ ટોપિક બની ગયું છે અને તેમાં પણ હિના ખાનની એન્ટ્રી શોને વધુ રસપ્રદ બનાવશે. લેટેસ્ટ એપિસોડ પ્રમાણે અનુરાગના મહત્વના કાગળો કોમોલિકા મિસ્ટર બજાજને આપે છે. જો કે એ પણ સવાલ છે કે હિના ખાન શોમાં લાંબા સમય માટે આવશે કે માત્ર એક કેમિયો જ કરશે! જુઓ હિનાની એન્ટ્રીની એક ઝલક..


હિના ખાન આંતરરાષ્ટ્રીય ફિલ્મકાર રાહત કાઝમીની આગામી ફિલ્મમાં જોવા મળશે. રાહત કાઝમીએ આ અફવાને સાચી ઠરાવતા કહ્યું કે, "અમે હિના ખાનને ત્રણ ફિલ્મો માટે સાઈન કરી છે. અમે અમારી નવી ફિલ્મ પર કામ કરી રહ્યા છે જેમાં હિના ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે."

આ પણ વાંચોઃ Breaking: દિશા વાકાણી હવે ક્યારેય તારક મહેતામાં નહીં જોવા મળે

હિના ખાને પણ તે રાહત કાઝમી સાથે શૂટ કરી રહી હોવાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે તેના ફોટોસ પણ શેર કર્યા હતા. હિના ખાન ફિલ્મ લાઈન્સમાં પણ કામ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK