Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અનુ મલિકની જગ્યાએ ઈન્ડિયન આઈડલના જજ બનશે આ ગુજરાતી

અનુ મલિકની જગ્યાએ ઈન્ડિયન આઈડલના જજ બનશે આ ગુજરાતી

03 December, 2019 04:23 PM IST | Mumbai

અનુ મલિકની જગ્યાએ ઈન્ડિયન આઈડલના જજ બનશે આ ગુજરાતી

હિમેશ અને અનુ મલિક

હિમેશ અને અનુ મલિક


હવે અનુ મલિકની જગ્યાએ હિમેશ રેશમિયા ઈન્ડિયલ આઈડલમાં જજની ખુરશી સંભાળશે. અનુ મલિક પર સતત મીટૂના આરોપ લાગી રહ્યા છે. જે બાદ અનુ મલિકે કહ્યું હતું કે તેઓ ત્રણ અઠવાડિયાનો બ્રેક લઈ રહ્યા છે. હવે ઈન્ડિયન આઈડલમાં હિમેશ રેશમિયાના આવવાથી નથી લાગી રહ્યું અનુ મલિક પાછા આવશે.

શોમાં વચ્ચેથી જોઈન કરવાની સમસ્યા નથી
હિમેશ રેશમિયાએ ઈન્ડિયન આઈડલને જોઈન કરવા પર પ્રતિક્રિયા આપી છે. હિમેશે ટીઓઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ સતત આ શો જોઈ રહ્યા છે. એટલે તેઓ પ્રતિસ્પર્ધીઓને જાણે છે. એવામાં વચ્ચેથી શો જોઈન કરવાની તેમને કોઈ સમસ્યા નથી. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શું તેઓ માત્ર 3 અઠવાડિયા સુધી ઈન્ડિયન આઈડલનો ભાગ રહેશે, ત્યારે હિમેશે કહ્યું કે તેઓ પોતાની તારીખો જોઈ રહ્યા છે. તેમને લાગ્યું કહ્યું છે કે તેઓ શોના અંત સુધીમાં તેનો ભાગ રહેશે.

આ પણ જુઓઃઆટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો



સોના મહાપાત્રાએ ખોલ્યો હતો મોરચો
અનુ મલિકની સામે ગાયિતા સોના મોહપાત્રા અને નેહા ભસીને મોરચો ખોલ્યો હતો.બંને ગાયિકાઓએ અનુ મલિક પર શોષણનો આરોપ લગાવતા કહ્યું હતું કે તેમને ઈન્ડિયન આઈડલના જજની ખુરશી પર બેસવાનો કોઈ હક નથી. જે બાદ અનુ મલિકે એક ઓપન લેટર લખીને પોતાનો પક્ષ રાખ્યો હતો અને તપાસની વાત પણ કહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 04:23 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK