Bollywoodના સિંગર હિમેશ રેશમિયાની કારને નડ્યો અકસ્માત

મુંબઈ | Jul 02, 2019, 15:18 IST

બોલીવુડના જાણીતા સિંગર, મ્યુઝિશિયન અને એક્ટર હિમેશ રેશમિયાની કારને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે. અકસ્માત મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર થયો.

હિમેશ રેશમિયા (File Photo)
હિમેશ રેશમિયા (File Photo)

બોલીવુડના જાણીતા સિંગર, મ્યુઝિશિયન અને એક્ટર હિમેશ રેશમિયાની કારને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે. અકસ્માત મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર થયો. એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે અકસ્માતમાં હિમેશ રેશમિયાના ડ્રાઈવર રામ રંજનને ગંભીર રીતે ઈજા પહોંચી છે. રામ રંજન મૂળ બિહારના છે.

જો કે આ અકસ્માત કેવી રીતે થયો, અને હિમેશ રેશમિયાની હાલત કેવી છે, તે અંગે હજી કોઈ માહિતી સામે નથી આવી.

હાલ હિમેશ રેશમિયા સોની ચેનલ પર પ્રસારિત થતા રિયાલિટી શો સુપર સ્ટાર સિંગર શૉમાં જજ તરીકે દેખાઈ રહ્યા છે. આ શોમાં હિમેશની સાથે સાથે અલકા યાજ્ઞિક અને જાવેદ અલી પણ શૉના જજ છે. આ પહેલા હિમેશ સારેગામાપા લિટલ ચેમ્પ્સ, ધ વોઈસ ઓફ ઈન્ડિયા કીડ્ઝને જજ કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે હિમેશ રેશમિયા બોલીવુડનું જાણીતું નામ છે. સલમાન ખાને હિમેશ રેશમિયાને બ્રેક આપ્યો હતો. હિમેશ ઘણીવાર પોતાની સફળતાની ક્રેડિટ સલમાન ખાનને આપી ચૂક્યા છે. હિમેશ રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી ડેબ્યુ કર્યો હતો.

આ પણ વાંચોઃ Taarak Mehta Ka Ooltah Chashmah:દયાભાભીના કમબેક અંગે મોટા સમાચાર

રિયાલિટી શોને જજ કરવા ઉપરાંત હિમેશ રેશમિયા ફિલ્મોમાં એક્ટિંગ પણ કરે છે. તે પોતાની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશી અને ગુડ નુ્યૂઝના મ્યુઝિક ડિરેક્ટર છે. હિમેશે તેરા સુરુર, આપ કા સુરુર, કર્ઝ, રેડિયો, ખિલાડી 786 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હિમેશ હવે સિલ્વર સ્ક્રીન પર ફિલ્મ 'મેં જહાં રહું'થી એક્ટિંગમાં કમબેક કરવાના છે. જેને રાજેશ સેઠી ડિરેક્ટ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK