ઝી ટીવી પર આવતા શો ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ના બે સ્પર્ધકને હિમેશ રેશમિયાએ બોલીવુડની ફિલ્મમાં ગીત ગાવની ઓફર કરી છે. આ શોમાં કલકત્તાની રનિતા બૅનરજીએ તેના કો-કન્ટેસ્ટન્ટ આર્યનંદા સાથે ‘રાધા કૈસે ના જલે’ ગીત ગાયું હતું. આ ગીતથી હિમેશ એટલો પ્રભાવિત થયો હતો કે તેણે તેમને ગીતની ઑફર કરી દીધી છે. રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મનું મ્યુઝિક હિમેશ રેશમિયા આપી રહ્યો છે. આ માટે હિમેશે સ્ટેજ પર જ તેમની મોક ટેસ્ટ પણ લીધી હતી. આ વિશે હિમેશે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં એક ગીતનાં ત્રણ વર્ઝન છે. એક ડ્યુએટ છે અને એક સોલો છે અને ત્રીજું જે વર્ઝન છે એ માટે મેં આ બે બાળકને પસંદ કર્યાં છે. આ ગીતને પિક્ચરાઇઝ પણ તમારા પર જ કરવામાં આવશે. મને ખાતરી છે કે તમે અદ્ભુત પર્ફોર્મન્સ આપશો.’
કંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
20th January, 2021 18:20 ISTમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 ISTકમલ હાસનની સર્જરી બાદ લોકોએ આપેલા સપોર્ટ અને પ્રાર્થનાઓનો આભાર માન્યો તેમની દીકરી શ્રુતિ અને અક્ષરાએ
20th January, 2021 17:19 IST