રાનૂ મંડલ પર કોમેન્ટ કરીને ટ્રોલ થયા લતા દીદી, હિમેશ રેશમિયાએ આપ્યો જવાબ

Published: Sep 13, 2019, 14:35 IST | મુંબઈ ડેસ્ક

સૉન્ગ તેરી મેરી કહાનીના લૉન્ચ ઇવેન્ટમાં હિમેશ રેશમિયાને લતા મંગેશકરની કોમેન્ટ વિશે પૂછવામાં આવ્યું. જેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે,

રાનૂ મંડલ, હિમેશ રેશમિયા
રાનૂ મંડલ, હિમેશ રેશમિયા

લેજેન્ડરી સિંગર લતા મંગેશકરનું એક ગીત ‘પ્યાર કા નગમા હૈ’ ગાઈને ઇન્ટરનેટ સેન્સેશન બનેલી રાનૂ મંડલ સેલિબ્રિટી બની ચૂકી છે. તેણે હિમેશ રેશમિયાની મદદથી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ પણ કરી લીધું છે. તેનો પહેલો સૉન્ગ "તેરી મેરી કહાની" રિલીઝ થઈ ગયું છે. તાજેતરમાં જ રાનૂના અવાજ પર લતા મંગેશકરે નિવેદન આપ્યું હતું. ચાહકોએ જેના પર આપત્તિ વ્યક્ત કરી હતી. હવે હિમેશ રેશમિયાએ લતાજીના નિવેદનનો બચાવ કર્યો છે.

જાણો શું કહ્યું હતું લતા મંગેશકરે
હકીકતે, લતાએ કહ્યું કે, "કોઈની નક કરીને તમે લાંબા સમય સુધી સર્વાઇવ નહીં કરી શકો. આ સફળતા વધુ સમય નથી ટકતી. મારા, કિશોર દા, રફી સાહબના ગીતો, મુકેશ ભૈયા, આશાના ગીતો ગાવાથી થોડા સમય માટે કોઈનું ધ્યાન આકર્ષિત કરી શકાય છે પણ આ વધુ સમય સુધી ટકી શકતું નથી."

સૉન્ગ તેરી મેરી કહાનીના લૉન્ચ ઇવેન્ટમાં હિમેશ રેશમિયાને લતા મંગેશકરની કોમેન્ટ વિશે પૂછવામાં આવ્યું. જેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, "લતાજીના કોમેન્ટને યોગ્ય સંદર્ભમાં લેવું જોઇએ. રાનૂ લતાજીથી ઇન્સ્પાયર્ડ છે, પણ કોઇ તેની જેમ લેજેન્ડ ન બની શકે."

"લતા મંગેશકર બેસ્ટ છે. લતાજીના કહેવાનો અર્થ હતો કે તમે ઇન્સ્પાયર થઈ શકો છો, આ સારી વાત છે, પણ આ જરૂરી નથી કે તમે કોઇને સીધેસીધા કૉપી કરો. જે રાનૂએ નથી કર્યું."

"કોઇક સિંગરના કામથી પ્રેરિત થવા અને તેને કૉપી કરવામાં બહુ ફરક હોય છે. આજે અરિજીત સિંહ એક મહાન સિંગર છે. જો કોઈ એકદમ તેની જેમ જ ગીતો ગાવા લાગશે તો આ વધુ કામ નહીં કરે. આખરે, એક પ્રેરણા મહત્વપૂર્ણ છે."

આ પણ વાંચો : Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

હિમેશે કહ્યું, "અમે કોઇને કોઇથી પ્રેરિત છીએ. જ્યારે હું હાઈ પિચ સિંગિંગ કરું છું તો લોકો કહે છે કે હું નાકમાંથી ગાઉં છું. પણ ક્યાંકને ક્યાંક ઇન્ટરનેશનલ સિંગિંગ હંમેશા નાકથી જ હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK