હિમા દાસે 20 દિવસમાં પાંચમું ગોલ્ડ મેડલ જીત્યું, બોલીવુડે આપી વધામણી

Published: Jul 21, 2019, 19:14 IST | મુંબઈ ડેસ્ક

20 દિવસમાં ભારતને 400 અને 200 મીટર દોડવાની રેસમાં પાંચમું ગોલ્ડ મેડલ અપાવનાર હિમા દાસને ફિલ્મ કલાકારોએ પણ વધામણી આપી છે.

હિમા દાસ
હિમા દાસ

હિમા દાસે 200 મીટરમાં ચાર અને 400 મીટરમાં એક સુવર્ણ આ 20 દિવસમાં જીત્યા છે. હિમા દાસની આ ઉપલબ્ધિને બોલીવુડ પણ વધાવી રહ્યું છે.

20 દિવસમાં ભારતને 400 અને 200 મીટર દોડવાની રેસમાં પાંચમું ગોલ્ડ મેડલ અપાવનાર હિમા દાસને ફિલ્મ કલાકારોએ પણ વધામણી આપી છે. આ સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), અર્જુન કપૂર, સોનમ કપૂર, અજય દેવગન, પ્રીતિ ઝિન્ટા અને રવીના ટંડન જેવા નામ સામેલ છે. આ બધાંએ સોશિયલ મીડિયા પર હિમા દાસને વધામણી આપી છે.

હિમા દાસ આંતરરાષ્ટ્રીય રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. હિમાએ છેલ્લા 20 દિવસમાં પાંચ સુવર્ણ પદક જીત્યા છે. તેની ઉપલબ્ધિઓ માટે આખા દેશને તેના પર ગર્વ છે અને આ વાતને સમજીને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, અર્જુન કપૂર, સોનમ કપૂર, અજય દેવગન, પ્રીતિ ઝિન્ટા અને રવીના ટંડને આ ઉપલબ્ધિ પર તેને વધામણી આપી છે.

બિગ બીએ વધામણી આપતાં લખ્યું, "બધાઇ બધાઇ બધાઇ...જય હિન્દ.. ગર્વ હમ સબકો આપ પે હિમા દાસજી, આપને ભારત કા નામ સ્વર્ણ અક્ષરોં સે લીખ દીયા."

હિમા દાસની સફળતાને વંદન કરતાં રવીના ટંડને લખ્યું, "અમને હિમા દાસ પર ગર્વ છે."

હિમા દાસે 200 મીટરમાં 4 અને ચારસો મીટરમાં એક સુવર્ણ પદક આ 20 દિવસમાં જીત્યા છે હિમા દાસની આ ઉપલબ્ધિને બોલીવુડ પણ વંદન કરી રહ્યું છે. અજય દેવગને પણ હિમા દાસના વખાણ કર્યા છે.

હિમા દાસે આ બધાંને પ્રતિક્રિયા આપતાં સૌનો આભાર માન્યો છે.

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

આ પહેલા ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર પણ હિમા દાસની આ ઉપલબ્ધિઓ જોતાં તેના જીવન પર ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે. હિમા દાસે આ સાબિત કરી દીધું છે કે પુરુષાર્થ અને પ્રબળ ઇચ્છાશક્તિની મદદથી કંઈ પણ અશક્ય નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK