Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 8 વર્ષનો આ છોકરાએ આ વર્ષે કરી યૂટ્યુબ પર 184 કરોડની સૌથી વધુ કમાણી...

8 વર્ષનો આ છોકરાએ આ વર્ષે કરી યૂટ્યુબ પર 184 કરોડની સૌથી વધુ કમાણી...

31 December, 2019 02:08 PM IST | Mumbai Desk

8 વર્ષનો આ છોકરાએ આ વર્ષે કરી યૂટ્યુબ પર 184 કરોડની સૌથી વધુ કમાણી...

8 વર્ષનો આ છોકરાએ આ વર્ષે કરી યૂટ્યુબ પર 184 કરોડની સૌથી વધુ કમાણી...


યૂ-ટ્યૂબ કમાણીની એક નવી રીત બની ગઈ છે. કેટલાય લોકો યૂ-ટ્યૂબ માટે વીડિયો બનાવીને સ્ટાર બની ગયા છે અને લાખો રૂપિયા પણ કમાઇ લીધા છે. એવામાં કેટલાય બોલીવુડ સેલેબ્સએ પણ પોતાના ફિલ્મી કરિઅરની સાથે યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી દીધા છે અને તેના પર પોતાનો વીડિયો બનાવી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે તે વ્યક્તિ કોણ છે, જે યૂ-ટ્યૂબ પર વધારે પૈસા કમાય છે અને તેની ઇનકમ શું છે...

તમે જાણીને ચોંકાઇ જશો જ્યારે યૂ-ટ્યૂબના માધ્યમે સૌથી વધારે કમાણી કરનાર વ્યક્તિ ફક્ત 8 વર્ષનો છે. 8 વર્ષના આ વ્યક્તિના યૂ-ટ્યૂબ પર કરોડો દિવાના છે અને તેના વીડિયોને ખૂબ જ પસંદ કરે છે. પોતાના વીડિયોના મિલિયનમાં આવનાા વ્યૂઝને કારણે આ કિડ સ્ટારે કરોડો રૂપિયની કમાણી કરી લીધી છે.




યૂ-ટ્યૂબ પર રાજ કરનારા આ વ્યક્તિનું નામ છે રૈયાન કાઝી, જે અત્યારે આઠ વર્ષનો છે, અને ચીનમાં રહે છે. તાજેતરમાં જ ફોર્બ્સ તરફથી બહાર પાડવામાં આવેલી લિસ્ટ પ્રમાણે રૈયાને વર્ષ 2019માં 26 મિલિયન ડૉલર એટલે કે લગભગ 184 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફોર્બ્સ મેગેઝીને પણ રૈયાનને ટૉપ યૂ-ટ્યૂબર્સની લિસ્ટમાં સૌથી ઉપર રાખ્યું છે અને તે યૂ-ટ્યૂબ પરથી સૌથી વધારે કમાણી કરનારો વ્યક્તિ બની ગયો છે. જણાવીએ કે 2018ની લિસ્ટમાં પણ પહેલા સ્થાને જ હતો.


આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

જણાવીએ કે રૈયાન 'રેયાન્સ વર્લ્ડ' નામની એક ચેનલ ચલાવે છે અને ખાસ વાત એ છે કે, જ્યારે તે ત્રણ વર્ષનો હતો, ત્યારથી આ ચેનલ ચલાવી રહ્યો છે. 2015માં શરૂ થયાને આ ચેનલના 13.2 મિલિયન સબ્સ્ક્રાઇબર છે અને કેટલાક કલાકમાં જ રેયાનના ચેનલને લાખો વ્યૂઝ મળી જાય છે. તે પોતાના ચેનલમાં ટૉયઝના રિવ્યૂ કરે છે અને રમકડાંથી રમે છે. રેયાનના કેટલાય એવા વીડિયો છે, જેને કરોડો વાર જોઈ લેવામાં આવ્યો છે. તે રમકડાંઓ સાથે એક્સપરિમેન્ટ પણ કરે છે અને તેના ક્યૂટ અંદાજથી લોકો તેનાથી પ્રભાવિત થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 02:08 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK