જુઓ બૉલીવુડનું વૅલેન્ટાઇન્સ ડે સેલિબ્રેશન

Published: 15th February, 2020 13:25 IST | Mumbai

પ્રેમનો ઇઝહાર કરવાનો દિવસ એટલે વૅલેન્ટાઇન્સ ડે. આ દિવસને બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ સેલિબ્રેટ કરે છે.

સારા અલી ખાન
સારા અલી ખાન

પ્રેમનો ઇઝહાર કરવાનો દિવસ એટલે વૅલેન્ટાઇન્સ ડે. આ દિવસને બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ સેલિબ્રેટ કરે છે. સોશ્યલ મીડિયામાં તેઓ પોતાના લવ વન્સને મેસેજ કરીને પોતાના પ્રેમનો એકરાર કરે છે. ચાલો જોઈએ કોણે શું મેસેજ કર્યો?

આ ફોટો ૨૦૧૬ની જુલાઈનો છે, જ્યારે અમારી પહેલી ટ્રીપ પર અમે સાથે પૅરિસ ગયા હતાં. અમે ઍફિલ ટાવર પાસે ફોટો લીધો હતો. આઇ લવ યુ ફોરએવર માય વૅલેન્ટાઇન. ભાવુક અને ઇમોશન્સની સાથે આટલો ઉદાર બનવા માટે થૅન્ક યુ. હું આટલી ખુશ કદી પણ નથી રહી માય લવ.
- સોનમ કપૂર આહુજા

૩૬ વર્ષ હવે તો વૅલેન્ટાઇન્સ પણ અમને પૂછીને આવે છે. તમને સૌને કોઈ પણ પ્રકારનાં રેસ્ટ્રિક્શન્સ વગરનાં પ્રેમની શુભેચ્છા.
- શાહરુખ ખાન

પ્રેમમાં બે દિવાનાઓ મળીને લાઇફ બનાવે છે. તારી સાથે તો દરરોજ વૅલેન્ટાઇન્સ ડે હોય છે. તે મારી રાજદાર છે. હંમેશાં હંમેશાં માટે.
- અનિલ કપૂર

પોતાની જાતને પ્રેમ કરવો એ સુપર પાવર છે. તમારી અંદર જ્યારે સ્થિતિ બદલાય છે, ત્યારે તમારી આસપાસની વસ્તુઓ પણ બદલાય છે. હૅપી-વૅલેન્ટાઇન્સ ડે.
- કિયારા અડવાણી

હૅપી-વૅલેન્ટાઇન્સ ડે. તમને સૌને પ્રેમની શુભેચ્છા જે તમને આગ‍ળ વધવામાં મદદ કરે. તમને સૌથી વધુ પ્રેમ કરવાવાળી વ્યક્તિ મળી જાય. આઇ લવ યુ ગાઇઝ. અલીસે, રેની અને રોહમન શૉલ.
- સુસ્મિતા સેન

હૅપી-વૅલેન્ટાઇન્સ ડે. તમારા પ્રેમી સાથે આ દિવસને સેલિબ્રેટ કરો. હું જે કહું છું એનાં પર ભરોસો રાખો. આજે જઈને
‘લવ આજ કલ 2’ જુઓ.
- સારા અલી ખાન

હૅપી-વૅલેન્ટાઇન્સ ડે. રઘુ કી તરફ સે.
- કાર્તિક આર્યન

ઓહ મને લાગે છે કે મને ચીયરલીડર મળી ગઈ છે.
- રણવીર સિંહ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK