સુસાઇડથી કંઈ જ મળતું નથી : હેમા માલિની

Apr 06, 2016, 04:29 IST

પ્રત્યુશા બૅનરજીએ કરેલા સુસાઇડ વિશે ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય હેમા માલિનીએ કહ્યું હતું કે કોઈ પણ પ્રૉબ્લેમનું સૉલ્યુશન સુસાઇડ નથી.


આ વિશે ટ્વિટર પર ટ્વીટ કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘અર્થ વગરનું સુસાઇડ કરવાથી કંઈ મળતું નથી. જીવન એ જીવવા માટે ભગવાન દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ છે, આ ગિફ્ટ આપણને જીવ લેવા માટે નથી આપવામાં આવી. આપણને એનો કોઈ હક નથી. દરેક વ્યક્તિએ મુશ્કેલીઓનો સામનો કરીને એમાંથી બહાર નીકળવું જોઈએ. પ્રેશરમાં આવી હાર ન માનવી જોઈએ. દુનિયા ફાઇટરને યાદ કરે છે, હારનારને નહીં.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK