Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PM મોદીને જિતાડવાની લોકોને અપીલ કરી હેમા માલિની અને સની દેઓલે

PM મોદીને જિતાડવાની લોકોને અપીલ કરી હેમા માલિની અને સની દેઓલે

11 May, 2019 09:12 AM IST | મુંબઈ

PM મોદીને જિતાડવાની લોકોને અપીલ કરી હેમા માલિની અને સની દેઓલે

સની દેઓલ અને નરેન્દ્ર મોદી

સની દેઓલ અને નરેન્દ્ર મોદી


ભારતીય જનતા પાર્ટી વતી ચૂંટણીના મેદાનમાં ઊતરેલાં હેમા માલિની અને સની દેઓલે પાર્ટીનો પ્રચાર કરતા લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જિતાડવાની અપીલ કરી છે. સની દેઓલ ગુરુદાસપુરથી અને હેમા માલિની મથુરાથી ઇલેક્શન લડી રહ્યાં છે. તેમની એક ઝલક જોવા માટે લોકોની ભીડ ઊમટી પડી હતી. હરિયાણાના યમુનાનગરમાં સની દેઓલે એક રોડ-શો કરીને રતનલાલ કટારિયા માટે પ્રચાર કર્યો હતો. રોડ-શો દરમ્યાન લોકો ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં ફરી એક વાર બીજેપીને જિતાડવામાં આવે એવી અપીલ કરતાં સની દેઓલે કહ્યું હતું કે ‘આપણા દેશને મોદીજી જેવા જ એક સ્ટ્રૉન્ગ લીડરની જરૂર છે. નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ને ફરીથી સત્તામાં લાવવામાં આવે. છેલ્લાં પાંચ વર્ષોમાં દેશનો જે રીતે વિકાસ થયો છે એ અદ્ભુત છે. વિકાસનો આ રથ સતત આગળ વધવો જોઈએ. એના માટે મોદીજીને ફરીથી સત્તાની બાગડોર આપવી જોઈએ.’

આ પણ વાંચોઃ આ છે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની નવી પેઢીના સિતારાઓ



તો બીજી તરફ હરિયાણાના જિંદમાં બીજેપીનાં ઉમેદવાર હેમા માલિનીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરી હતી. પાર્ટીના પ્રચાર દરમ્યાન હેમા માલિનીએ કહ્યું હતું કે ‘વર્તમાન સરકારને કારણે જ વિશ્વ સ્તર પર દેશને ખાસ માનસન્માન મળ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2019 09:12 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK