Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અહીં શાહરૂખે આપી આમિરને હાર

અહીં શાહરૂખે આપી આમિરને હાર

23 December, 2011 06:53 AM IST |

અહીં શાહરૂખે આપી આમિરને હાર

અહીં શાહરૂખે આપી આમિરને હાર




જો બધું સફળતાથી પાર પડ્યું હોત તો હૉલીવુડની જાણીતી અને હૉટ ઍક્ટ્રેસ હીથર ગ્રેહામે બૉલીવુડમાં યશરાજ ફિલ્મ્સ હેઠળની ‘ધૂમ ૩’માં આમિર ખાન સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હોત. જોકે તેણે આમિર સાથે કામ કરવાની ના પાડી દીધી છે, પણ થોડા દિવસ પહેલાં જ યોજાયેલા એક ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલમાં શાહરુખ ખાન સાથેની મુલાકાતમાં તેણે કિંગ ખાન સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે યશરાજ ફિલ્મ્સ ‘ધૂમ ૩’ને એની સૌથી મોટી ફિલ્મ બનાવવા માગે છે અને એ કારણે જ એના પૂરતા પ્રયાસો હતા કે હૉલીવુડનો કોઈ જાણીતો ચહેરો આમિર ખાન સાથે કામ કરે. તેઓ ઘણો વિશ્વાસ ધરાવતા હતા કે આમિર સાથે કામ કરવા માટે કોઈ જાણીતી હૉલીવુડની અભિનેત્રી હા પાડી જ દેશે અને હીથર તેમની પહેલી ચૉઇસ હતી. આ કારણે જ યશરાજ સાથે સંકળાયેલા લોકોએ હીથરના મૅનેજર સાથે મુલાકાત પણ કરી હતી. જોકે અમુક કારણસર તેમની વચ્ચે ફિલ્મમાં કમિટમેન્ટ સુધી વાત પહોંચી શકી નહોતી.

જોકે થોડા દિવસ પહેલાં ગોવામાં યોજાયેલા ફિલ્મ-ફેસ્ટિવલમાં હીથર મુલાકાત માટે આવી હતી અને ત્યાં તેણે શાહરુખ સાથે ઘણી વાતચીત કરી હતી. કિંગ ખાને પણ તેની સાથે કામ કરવાની ઘણી ઇચ્છા દર્શાવી હતી. હીથરે એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે ‘મેં શાહરુખ ખાન વિશે ઘણું સાંભળ્યું હતું, પણ એ ખબર નહોતી કે તે કેટલો પૉપ્યુલર છે. અમે ઘણી વાતો કરી અને હું તેની સાથે કામ કરવા ઘણી ઉત્સુક છું અને ઇચ્છું કે કોઈ રીતે અમારો સાથે કામ કરવાનો મેળ પડે.’

જોકે આનો મતલબ એ સમજવો કે આમિર કરતાં તેણે શાહરુખને વધુ મહત્વ આપ્યું એ પણ ખોટું ગણાય એવું ઘણા લોકો માની રહ્યા છે. કહેવામાં આવે છે કે આમિર સાથેની ફિલ્મ માટે તેની તારીખો અને પેમેન્ટના મુદ્દે થોડા મતભેદ રહેતાં તેણે કામ કરવાની ના પાડી હતી.

 


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2011 06:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK