Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'પોકેટ ફિલ્મ'ના નેશનલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે ગુજરાતી શોર્ટ ફિલ્મ

'પોકેટ ફિલ્મ'ના નેશનલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે ગુજરાતી શોર્ટ ફિલ્મ

18 June, 2019 02:43 PM IST | અમદાવાદ

'પોકેટ ફિલ્મ'ના નેશનલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે ગુજરાતી શોર્ટ ફિલ્મ

'પોકેટ ફિલ્મ'ના નેશનલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે ગુજરાતી શોર્ટ ફિલ્મ


અર્બન ગુજરાતી ફિલ્મો સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધીરે ધીરે વિક્સી રહી છે. નવી નવી ગુજરાતી ફિલ્મો બની રહી છે. તેની સાથે સમાંતરે ગુજરાતી શોર્ટ ફિલ્મ્સ અને વેબસિરીઝમાં પણ દર્શકો રસ લેતા થઈ રહ્યા છે. યુવાન ડિરેક્ટર્સ અને એક્ટર્સ પણ આ પ્રકારના પ્રોજેક્ટ હાથ પર લઈ રહ્યા છે. ત્યારે પોકેટ ફિલ્મ નામની નેશનલ યુ ટ્યુબ ચેનલ પર પહેલીવાર ગુજરાતી શોર્ટ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. 'હેડ્સ ઓર ટેઈલ્સ' નામની ગુજરાતી શોર્ટ ફિલ્મ પોકેટ ફિલ્મ્સ ચેનલ પર રજૂ થશે.

આ શોર્ટ ફિલ્મને રિશીલ જોશીએ ડિરેક્ટ કરી છે. અને શાશ્વત શાહ, ગિરીશ પરમાર પ્રોડ્યુસર્સ છે. ફિલ્મ 20 જૂને પોકેટ ફિલ્મની ચેનલ પર રજૂ થશે. આ પહેલી એવી રિજનલ લેંગ્વેજની શોર્ટ ફિલ્મ છે, જેને પોકેટ ફિલ્મ પોતાની ચેનલ પર રિલીઝ કરી રહ્યું છે. આ શોર્ટ ફિલ્મ એક એવી સ્ટોરી પર બની છે, જેની અસર તમારા અંગત જીવનમાં લેવાતા નિર્ણયો પર પણ પડશે. આ શોર્ટ ફિલ્મમાં જુદા જુદા ગુજરાતી એક્ટર્સ દેખાશે. જે આ પહેલા પણ ઘણાં પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યા છે.



20 જૂને પોકેટ ફિલ્મ પર રજૂ થનારી આ ફિલ્મન મોશન માસ્ટર્સના બેનર હેઠળ બની છે..


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 02:43 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK