Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC: શું તમે જેઠાલાલ અને બબીતાજીની બાળપણની આ તસવીર જોઈ કે નહીં?

TMKOC: શું તમે જેઠાલાલ અને બબીતાજીની બાળપણની આ તસવીર જોઈ કે નહીં?

02 November, 2020 09:16 PM IST | Mumbai
Sheetal Patel

TMKOC: શું તમે જેઠાલાલ અને બબીતાજીની બાળપણની આ તસવીર જોઈ કે નહીં?

બબીતાજી અને જેઠાલાલ

બબીતાજી અને જેઠાલાલ


ટીવી (Television)નો સૌથી પૉપ્યુલર (Popular Show) શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Taarak mehta ka ooltah chashmah) દર્શકોનો છેલ્લા 12 વર્ષથી ખૂબ જ મનોરંજન (Entertaining) કરી રહ્યો છે. આ શૉ સાથે જોડાયેલા બધાં પાત્રો ટપુસેનાથી લઈને નટુકાકાએ પણ ચાહકોના મનમાં એક આગવી છાપ ઘડી છે. તો શૉમાં 'જેઠાલાલ' (Jethalal) અને (Babitaji) 'બબીતાજી'ની નોક-ઝોંક પણ ચાહકોને ખૂબ જ હસાવે છે. ઘણીવાર 'તારક મેહતા (Taarak Mehta ka Ooltah Chashma) કા ઉલ્ટા ચશ્મા'માં જોઈ શકાય છે કે (Jethalal) 'જેઠાલાલ', (Babitaji) 'બબીતાજી'ને ઇમ્પ્રેસ (Impress) કરવા માટે કોઇપણ હદ વટાવવા તૈયાર રહે છે. તો એવી કોઇપણ તક તે પોતાના હાથમાંથી જવા દેતા નથી. જ્યારે (Babitaji) બબીતાજીની સામે તે સારા બની શકે. પણ ક્યારેક ક્યારે (Jethalal) 'જેઠાલાલ'ના પ્રયત્નો તેમના પર જ ઉંધા પડે છે. હાલ સોશિયલ મીડિયા પર બબીતાજી અને જેઠાલાલના બાળપણની તસવીર વાઈરલ થઈ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક્ટર જેઠાલાલ અને બબીતા શૉના સૌથી પ્રિય પાત્રો છે, પણ શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે આ બન્ને એક્ટર્સ બાળપણમાં કેવા દેખાતા હતા? તો એનો જવાબ તમને આ તસવીર જોઈને મળી જશે.




ઈન્સ્ટાગ્રામ પર #tarakmehtakaoultachasma દ્વારા શૅર કરેલી એક તસવીરમાં તમે જેઠાલાલ અને બબીતાજીની બાળપણની ક્યૂટ તસવીર જોઈ શકો છો. આ તસવીરમાં બન્ને ઘણા સુંદર દેખાઈ રહ્યા છે. બાળકના રૂપમાં જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી ઘણા શરમાળ નજર આવી રહ્યા છે. વાત કરીએ બબીતાજીની તો આજકાલની સરખામણીએ વધારે સુંદર લાગી રહ્યા છે.


તારક મહેતા... શૉમાં બબીતાજી, જેઠાલાલનો પહેલો અને એકમાત્ર ક્રશ છે અને જેવું બબીતાજીનું નામ આવે છે, તેવા જેઠાલાલના કાન ઉભા થઈ જાય છે. શૉમાં જેઠાલાલની તો શરૂઆત પણ 'ગુડ મોર્નિંગ બબીતાજી' બોલીને થાય છે. ઘણીવાર પતિ ઐય્યર સામે પણ જેઠાલાલ, બબીતાજી સાથે ફર્લ્ટ કરતાં જોવા મળ્યા છે.

જણાવવાનું કે તાજેતરમાં જ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની કાસ્ટમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ શૉમાં છેલ્લા 12 વર્ષથી 'અંજલી મેહતા'નું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મેહતા અને 'રોશન સિંહ સોઢી'નું પાત્ર ભજવનાર ગુરુચરણ સિહ હવે આ શૉનો ભાગ નથી. જ્યાં ગુરુચરણ સિંહની જગ્યા બલવિંદર સિંહ નવા 'રોશન સિંહ સોઢી'ની ભૂમિકા ભજવી રહ્યા છે તો સુનૈના ફોજદાર નવા 'અંજલી ભાભી'નું પાત્ર ભજવી રહી છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2020 09:16 PM IST | Mumbai | Sheetal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK