હર્ષાલી ઝીને રાગિની એમએમએસ રિટર્નની સીઝન-2માં

Published: Dec 06, 2019, 10:46 IST | Mumbai

૨૦૧૧માં આવેલી ‘રાગિની એમએમએસ’ ફિલ્મથી શરૂ થયેલી ફ્રૅન્ચાઇઝીના આ ચોથા મણકામાં નવનીત કૌર, રિશિકા નાગ, વિક્રમ રાઠોડ, આરતી ખેતરપાલ અને મોહિત દુસેજા દેખાવાનાં છે.

હર્ષાલી ઝીને
હર્ષાલી ઝીને

હિટલર દીદી, દિયા ઔર બાતી હમ, સીઆઇડી, ફિયર ફાઇલ્સ ઃ ડર કી સચ્ચી તસવીરે સહિતની સિરિયલોમાં દેખાઈ ચૂકેલી હર્ષાલી ઝીને ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ Alt બાલાજી અને ઝીફાઇવ પર આવનારી વેબ-સિરીઝ ‘રાગિની એમએમએસ રિટર્ન 2માં જોવા મળશે.
૨૦૧૧માં આવેલી ‘રાગિની એમએમએસ’ ફિલ્મથી શરૂ થયેલી ફ્રૅન્ચાઇઝીના આ ચોથા મણકામાં નવનીત કૌર, રિશિકા નાગ, વિક્રમ રાઠોડ, આરતી ખેતરપાલ અને મોહિત દુસેજા દેખાવાનાં છે. રોડિઝ અને સ્પિટવિલા જેવા રિયલિટી શોથી જાણીતો થયેલો વરુણ સૂદ અને અભિનેત્રી દિવ્યા અગ્રવાલ આ ઇરોટિક-હૉરર વેબ-સિરીઝમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યાં છે. સોની પર જુલાઈમાં પૂરી થયેલી સિરિયલ ‘મૈં માયકે ચલી જાઉંગી’ તથા Alt બાલાજીની જ રોમૅન્ટિક-થ્રિલર સિરીઝ ‘બૉસ ઃ બાપ ઑફ સ્પેશ્યલ સર્વિસ’માં કોમલના પાત્રમાં દેખાયેલી હર્ષાલી ઝીને હવે ‘રાગિની એમએમએસ 2 રિટર્ન’માં મહત્ત્વના પાત્રમાં જોવા મળશે.
ઇરોટિક અને થ્રિલરથી ભરપૂર ‘રાગિની એમએમએસ’ની આ સીઝનમાં કહેવાઈ રહ્યું છે કે દર્શકોને આકર્ષવા સની લીઓનીને લેવામાં આવી છે. તેના પ્રમોશનલ મ્યુઝિક વિડિયો ‘હેલ્લો જી’માં તે ડાન્સ કરતી દેખાય છે અને એ ગીત કનિકા કપૂરે ગાયું છે. જોવાનું એ છે કે ૧૮ ડિસેમ્બરે રિલીઝ થનારી આ સીઝનમાં હર્ષાલીનું પાત્ર કેવું છે અને એ તેને કેટલું ફળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK