હર્ષદ અરોરા જ હવે આલોક પણ, બલ્લી પણ...

Published: Mar 12, 2020, 15:44 IST | Rashmin Shah | Rajkot

‘તેરા ક્યા હોગા આલિયા?’માં આલોકનું કૅરેક્ટર કરતો હર્ષદ હવે બલ્લી નામના ગુંડાનું કૅરેક્ટર કરીને ડબલ રોલ કરશે

હર્ષદ અરોરા
હર્ષદ અરોરા

સબ ટીવી પર આવતી ‘તેરા ક્યા હોગા આલિયા?’માં હવે એક નવો જ ટ્િ‍વસ્ટ આવી રહ્યો છે. આ ટ્િ‍વસ્ટમાં ડબલ ધમાલ થશે. એક તો સિરિયલનો લીડ સ્ટાર એટલે આલોક જેવો જ લુક ધરાવતો ગુંડો બલ્લી સિરિયલમાં એન્ટર થવાનો છે. આ બલ્લીનું કૅરેક્ટર નૅચરલી હર્ષદ અરોરા જ કરશે. હર્ષદ માટે આ પહેલી વાર ડબલ રોલ કરવાનું આવ્યું છે. બને છે એવું કે આલિયાની સ્કૂલ મિસિસ આગરા ૨૦૨૦નું સેલિબ્રેશન કરી રહ્યું છે ત્યારે જ તેની સ્કૂલ તોડીને ત્યાં નવું બિલ્ડિંગ બનાવવાનો પ્લાન બિલ્ડર બનાવે છે. આ પ્લાન માટે સ્કૂલ ખાલી કરાવવી જરૂરી છે જેની જવાબદારી બિલ્ડર ખુરાના બલ્લીને સોંપે છે. એકચ્યુઅલી ખુરાનાએ આલોકને જોઈ લીધો છે એટલે જ તેને બલ્લીને આ કામ સોંપ્યું છે. બલ્લીને આલોકની જગ્યાએ મૂકવા માટે આલોકનું અપહરણ કરવામાં આવે છે અને પછી ધમાલમસ્તી સાથે વાત આગળ વધે છે. આલોક અને બલ્લી એમ ડબલ રોલ કરનારા હર્ષદ અરોરા કહે છે, ‘બન્ને કૅરેક્ટર એકબીજાથી એકદમ વિપરીત છે એટલે કામ કરવાની બહુ મજા આવી. બલ્લી હિંસક છે, જ્યારે આલોક બધાને ખબર છે એમ શાંત સ્વભાવનો છે. સાવ વિપરીત કરવાનું હોવાથી કામમાં તકલીફ પણ પડતી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK