વાણી કપૂર અને રણબીર કપૂર શમશેરા માટે ઉપડ્યા લદ્દાખ

Published: Aug 14, 2019, 12:23 IST | હર્ષ દેસાઈ | મુંબઇ

યુનિયન ટેરીટરી જાહેર કર્યા બાદ આ પહેલી ફિલ્મ છે જેનું શૂટિંગ ત્યાં થઈ રહ્યું છે

વાણી કપૂર અને રણબીર કપૂર
વાણી કપૂર અને રણબીર કપૂર

યશરાજ ફિલ્મ્સ હેઠળની ‘શમશેરા’ માટે રણબીર કપૂર અને વાણ‌ી કપૂર લદ્દાખ ઉપડ્યાં છે. આ ફિલ્મમાં રણબીર ડાકુનું પાત્ર ભજવી રહ્યો છે. સંજય દત્ત ફિલ્મમાં વિલનના પાત્રમાં છે. લદ્દાખને યુનિયન ટેરીટરી જાહેર કર્યા બાદ આ પહેલી ફિલ્મ છે જેનું શૂટિંગ ત્યાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સુત્રએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં ખૂબ જ અદ્ભુત વિઝ્‌યુઅલનો દર્શકો લાભ લઈ શકશે અને એ માટે ડિરેક્ટર કરણ મલ્હોત્રા કોઈ કસર છોડવા નથી માગતો. તે ફિલ્મમાં સૌથી મહત્વના દૃશ્યને લદ્દાખમાં શૂટ કરવા માગે છે જેથી લોકેશનને કારણે એ વધુ સારા દેખાય. રણબીર અને વાણી એ માટે લદ્દાખ માટે ઉપડી ગયા છે.’

આ પણ વાંચો : શ્રીદેવીને દરરોજ યાદ કરે છે અનિલ કપૂર

આ શેડ્યુલ વિશે જણાવતાં સુત્રે કહ્યું હતું કે ‘આ એક ઇન્ટેન્સ શૂટિંગ શેડ્યુલ છે અને લદ્દાખમાં જે યુનિટ કામ કરી રહ્યું છે એ સિવાય કોઈને એ શેડ્યુલ વિશે કાનોકાન ખબર પડવા દેવામાં નથી આવી. લદ્દાખના શેડ્યુલમાં ફક્ત વાણી અને રણીબરાના દૃશ્યનો સમાવેશ કરવામાં આવશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK