Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હર્ષ છાયાનો ડિજિટલ ડેબ્યુ

હર્ષ છાયાનો ડિજિટલ ડેબ્યુ

11 November, 2019 02:10 PM IST | Mumbai

હર્ષ છાયાનો ડિજિટલ ડેબ્યુ

હર્ષ છાયા

હર્ષ છાયા


૨૨ નવેમ્બરે ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ ‘હૉટસ્ટાર પ્રીમિયમ’ પર રિલીઝ થનારી તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શિત સિરીઝ ‘આઉટ ઑફ લવ’માં ગુજરાતી તથા હિન્દી ફિલ્મો અને અઢળક સિરિયલોમાં કામ કરી ચૂકેલા હર્ષ છાયા એક પૈસાદાર બિઝનેસમૅનનું પાત્ર ભજવી રહ્યા છે.
થોડા દિવસ પહેલાં અહીં જણાવ્યું હતું એ મુજબ ‘આઉટ ઑફ લવ’ એ બીબીસી પર આવેલી ‘ડૉક્ટર ફોસ્ટર’ નામની વેબ-સિરીઝનું ઑફિશ્યલ અડૉપ્ટેશન છે, જેમાં ડૉક્ટર પત્ની અને પતિની વાત છે. આ વેબ-સિરીઝના હિન્દી સંસ્કરણમાં રસિકા દુગ્ગલ અને પૂરબ કોહલી દેખાશે. ‘આઉટ ઑફ લવ’માં કાર્તિક કશ્યપ નામનો એક પૈસાદાર બિઝનેસમૅન હશે, જે ટિપિકલ શહેરી વ્યક્તિ છે અને પત્ની તથા બાળકો સાથે આનંદમય જિંદગી પસાર કરી રહ્યો છે. આ પાત્રમાં આપણને હર્ષ છાયા દેખાવાના છે.
હર્ષ છાયા આ ઉપરાંત ઝીફાઇવ પર ગયા વર્ષે આવેલી સિરીઝ ‘રંગબાઝ’ની ત્રીજી સીઝન ‘રંગબાઝ ફિર સે’માં પણ દેખાવાના છે. તો વર્ષો સુધી સિરિયલો કરનારા હર્ષ છાયાની આ વર્ષે બે વેબ-સિરીઝ રિલીઝ થવાની છે. ‘રંગબાઝ ફિર સે’ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર ૨૦ ડિસેમ્બરે રિલીઝ થવાનું છે જેમાં ગુલ પનાગ, જિમી શેરગિલ અને મોહમ્મદ ઝિશાન અયુબ સહિતના કલાકારો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 02:10 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK