Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 21 માર્ચના કોલકાતામાં લગ્ન કરશે હરમન બવેજા? જાણો વધુ

21 માર્ચના કોલકાતામાં લગ્ન કરશે હરમન બવેજા? જાણો વધુ

18 January, 2021 11:05 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

21 માર્ચના કોલકાતામાં લગ્ન કરશે હરમન બવેજા? જાણો વધુ

હરમન બાવેજા (તસવીર સૌજન્ય મિડ-ડે)

હરમન બાવેજા (તસવીર સૌજન્ય મિડ-ડે)


2020ની મુશ્કેલીઓ બાદ લાગે છે કે 2021 ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આનંદના અનેક અવસરો લાવશે. કોરોના વાયરસની વેક્સીન લોકોને મળવાની શરૂ થવાના સમાચારની સાથે જ બૉલીવુડ સ્ટાર્સના ઘરે શરણાઇઓ વાગવાની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે વરુણ ધવન પોતાની મંગેતર નતાશા દલાલ સાથે લગ્ન કરવાના છે તો હવે સમાચાર છે કે હરમન બવેજાએ પણ લગ્નની તૈયારીઓ કરી લીધી છે.

મંગેતર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે હરમન
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, લવ સ્ટોરી 2050ના એક્ટર હરમન બવેજા પોતાની મંગેતર સાશા રામચંદાની સાથે માર્ચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. હરમન અને સાશાએ ડિસેમ્બર 2020માં ચંદીગઢમાં સગાઇ કરી હતી. હરમનની બહેને આ સગાઇની જાહેરાત કરતા સાશાનું સ્વાગત બવેજા પરિવારમાં કર્યું હતું. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બન્ને ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે.



પરિવારના નજીકના લોકોએ જણાવ્યું
પિંકવિલાએ સૂત્રોના માધ્યમે જણાવ્યું કે હરમન બાવેજા અને સાશા રામચંદાનીએ પોતાના લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. આ જોડી માર્ચ 2021ના કોલકાતામાં લગ્ન બંધનમાં બંધાશે. કહેવામાં આવી રહ્યું છે કે હરમન અને સાશાના લગ્ન માટે હરમનના પિતા હૈરી બાવેજાએ પરિવારની નજીકના લોકોને જણાવી દીધું છે.


 
 
 
View this post on Instagram

A post shared by Rowena Baweja (@rowenabaweja)


બૉલીવુડ સ્ટાર્સ માટે નહીં હોય રિસેપ્શન
બન્ને પરિવારોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે હરમનના લગ્નમાં અમુક જ બૉલીવુડ સિતારાઓને આમંત્રિત કરવામાં આવશે. આ લગ્ન એક પ્રાઇવેટ સેરેમની થશે. એવામાં 50થી 70 લોકોને જ બાવેજા પરિવાર તરફથી નિમંત્રણ આપવામાં આવે છે. સાથે જ હરમનના લગ્નનું કોઇપણ રિસેપ્શન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો માટે નહીં થાય. હાલ આ જ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવવાનું કે હરમન બાવેજાએ વર્ષ 2008માં લવ સ્ટોરી 2050 નામની ફિલ્મ દ્વારા પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે પ્રિયંકા ચોપરા જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લૉપ થઈ હતી, જો કે, પ્રિયંકા સાથે હરમનના અફેરની ખૂબ જ ચર્ચા થઈ હતી. સાથે જ તેમના લુક્સની પણ ચર્ચા થઈ હતી. હરમનના લુક્સનની તુલના હ્રિતિક રોશન સાથે કરવામાં આવતી હતી.

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2021 11:05 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK