કોરોનાને લીધે લૉકડાઉન થયું એ દરમ્યાન મનોરંજન-જગતમાં એવાં ઉદાહરણ પણ જોવા મળ્યાં જેમાં સંપૂર્ણપણે ઘરેથી વેબ-સિરીઝ, ફિલ્મ કે શૉર્ટ ફિલ્મ બની હોય. આ સમયમાં કલાકારોએ પોતાની ક્રીએટીવિટીનો ભરપૂર ઉપયોગ કર્યો અને નવા કન્સેપ્ટ દુનિયા સામે લાવ્યા. વુટ સિલેક્ટ પર રિલીઝ થયેલી મિસ્ટરી થ્રિલર સિરીઝ ‘ધ ગૉન ગેમ’ પણ લૉકડાઉન દરમ્યાન શૂટ થઈ હતી. સંજય કપૂર, શ્વેતા ત્રિપાઠી, અર્જુન માથુર, શ્રિયા પિલગાંવકર, રૂખસાર રહેમાન, ઇન્દ્રનીલ સેનગુપ્તા, લુબ્ના સલીમ જેવા જાણીતા કલાકારોએ પોતાના ઘરેથી આ સિરીઝનું શૂટિંગ કર્યું હતું અને આ સિરીઝ વખણાઈ પણ છે. હવે આ શોની બીજી સીઝન આવવાની છે જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.
પહેલી સીઝન જ્યાં અટકી હતી ત્યાંથી જ બીજી સીઝન આગળ વધશે. બીજી સીઝનમાં જૂની કાસ્ટ ઉપરાંત ‘બ્રોકન બટ બ્યુટિફુલ’ ફેમ હર્લિન સેઠી પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. હર્લિન સેઠી ‘ધ ગૉન ગેમ 2’માં સીબીઆઇ ઑફિસર શર્મિલા સંગમા તરીકે જોવા મળશે. હર્લિન કહે છે કે ‘ધ ગૉન ગેમ’ની પહેલી સીઝનમાં કોરોનાના કેરની વાત હતી અને બીજી સીઝનમાં કોરોના પછીની ‘ન્યુ નૉર્મલ’ પરિસ્થિતિમાં શર્મિલા કઈ રીતે કેસ સૉલ્વ કરે છે એ બતાવવામાં આવશે.’
આપકી નઝરોં ને સમઝાનું શૂટિંગ દ્વારકામાં થયું
23rd February, 2021 12:43 ISTસ્ટોરી નાઇન મન્થ્સ કીની ડૉ. રાબિયા પોતાના પાત્ર વિશે શું કહે છે?
23rd February, 2021 12:38 IST૯ વર્ષ બાદ પૂજા ગોર ફરી બનશે પ્રતિજ્ઞા
23rd February, 2021 12:35 ISTપ્રીત કામાણી વર્ચ્યુઅલ વર્લ્ડથી બોર થઈ ગયો છે
23rd February, 2021 12:32 IST