Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હાર્દિક સંગાણીએ ડિરેક્ટર-એક્ટર અનુરાગ કશ્યપ સાથે શૂટ કરી એડ

હાર્દિક સંગાણીએ ડિરેક્ટર-એક્ટર અનુરાગ કશ્યપ સાથે શૂટ કરી એડ

01 September, 2019 03:08 PM IST | મુંબઈ

હાર્દિક સંગાણીએ ડિરેક્ટર-એક્ટર અનુરાગ કશ્યપ સાથે શૂટ કરી એડ

Image Courtesy: Hardik Sangani Facebook

Image Courtesy: Hardik Sangani Facebook


ગુજરાતી એક્ટર હાર્દિક સંગાણીએ તાજેતરમાં જ બોલીવુડના જાણીતા ડિરેક્ટર અને એક્ટર અનુરાગ કશ્યપ સાથે એડ ફિલ્મ શૂટ કરી છે. હાર્દિક સંગાણીએ અનુરાગ કશ્યપ સાથેનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. આ ફોટો પોસ્ટ કરીને જ તેમણે એડ શૂટ કરી હોવાની માહિતી આપી છે. આ ફોટોમાં હાર્દિક સંગામી અને અનુરાગ કશ્યપ એક ટેક્સીમાં બેઠા હોય તેવું લાગી રહ્યું છે. જેમાં હાર્દિક ફોર્મલ લૂકમાં દેખાય છે, જ્યારે અનુરાગ કશ્યપ જાદુગર જેવી વેશભૂષામાં દેખાઈ રહ્યા છે.



હાર્દિકે આ ફોટો ફેસબુક પર પોસ્ટ કરવાની સાથે લખ્યું છે,'જાદુગર સાથે શૂટિંગ.' હાર્દિક સંગાણીએ અનુરાગ કશ્યપ સાથે શૂટ કરેલી આ કમર્શિયલ એડ એમેઝોન માટેની છે. gujaratimidday.com સાથે વાત કરતા હાર્દિકે કહ્યું કે,'મારા ફેવરિટ ડિરેક્ટર સાથે જ્યારે સ્ક્રીન શૅર કરવાની આવી ત્યારે મને ખૂબ મજા આવી છે. ' ઉલ્લેખનીય છે કે હાર્દિક સંગાણી આ પહેલા ઘણી હિન્દી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો નાટકો અને કમર્શિયલ શૂટ કરી ચૂક્યા છે. 50 જેટલી એડ ફિલ્મ્સ પણ તેમના નામે બોલે છે. જેમાં કેડબરી એક્લર્સ અને ગુડ ડે જેવી બ્રાન્ડ પણ સામેલ છે.


હાર્દિક સંગાણીએ એક્ટિંગ ક્ષેત્રે કરિયર ચાઈલ્ડ આર્ટિસ્ટથી શરૂ કરી છે. આ કરિયર દરમિયાન હાર્દિક સંગાણી ટીવી સિરિયલ્સ, એડ ફિલ્મ્સ, ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મો સહિત બોલીવુડમાં પણ કામ કરી ચૂક્યા છે. આ ટેલેન્ટેડ એક્ટરે કેતન મહેતાના શૉ 'પરજીવ'થી ડેબ્યુ કર્યો હતો. અને કેતન મહેતાની જ ચાચા ચૌધરીથી તેમને સૌથી મોટો બ્રેક મળ્યો. લોકપ્રિય ટીવી શૉ ચાચા ચૌધરીમાં હાર્દિક બંટીના રોલમાં હતા. તો હાર્દિક સંગાણી ગિલ્લી દંડા નામનો ટીવી શૉ પણ કરી ચૂક્યા છે. હાર્દિક સંગાણીએ એક મહલ હો સપનો કા, બા બહુ ઔર બેબી અને થપકી પ્યાર કી સહિત 85 જેટલી ડેયલી સૉપમાં કામ કર્યું છે.

તો બોલીવુડમાં હાર્દિક શાહરુખ ખાનની ફિલ્મમાં દેખાઈ ચૂક્યા છે. શાહરુખ ખાન અને કરીના કપૂરની 'અશોકા' અને બોબી દેઓલની '23 માર્ચ 1931:શહીદ'માં બોબી દેઓલ સાથે સ્ક્રીન શૅર કરી ચૂક્યા છે. આ ઉપરાંત હાર્દિક સંગાણીએ ગુજરાતી થિયેટર પણ કર્યું છે. તેઓ 'આ નમો બહુ નડે છે', 'ઝીરો બની ગયા હીરો' જેવા હિટ નાટકો આપી ચૂક્યા છે. 


આ પણ વાંચોઃ Ram Kapoor:એક સમયે આવા લાગતા હતા આ એક્ટર 

આ ગુજરાતી એક્ટર હવે ગુજરાતી ફિલ્મોની સાથે સાથે બોલીવુડ પર પણ ધ્યાન આપી રહ્યા છે. 'મિડનાઈટ વીથ મેનકા' બાદ હાર્દિકની અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'લવની લવ સ્ટોરી' છે, જેમાં પ્રતીક ગાંધી અને દીક્ષા જોષી છે. તો અજય દેવગણની અપકમિંગ પિરિયોડિકલ ફિલ્મ 'તાનાજીઃધ અનસંગ વૉરિયર'માં પણ હાર્દિક સંગાણી કામ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 03:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK