Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યાની થ્રૉબૅક તસવીર પર ઉર્વશી રૌતેલાએ કરી આવી કોમેન્ટ...

હાર્દિક પંડ્યાની થ્રૉબૅક તસવીર પર ઉર્વશી રૌતેલાએ કરી આવી કોમેન્ટ...

24 September, 2019 08:05 PM IST | મુંબઈ ડેસ્ક

હાર્દિક પંડ્યાની થ્રૉબૅક તસવીર પર ઉર્વશી રૌતેલાએ કરી આવી કોમેન્ટ...

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા


ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ક્રિકેટર હાર્દિક પંડ્યાની તસવીર પર કોમેન્ટ કરીને ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ છે. ઉર્વશી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા સાથે પોતાની રિલેશનશિપને કારણે ખૂબ જ ચર્ચામાં હતી. જો કે બન્નેએ ક્યારે પણ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. પછી એક ઇન્ટરવ્યૂમાં ઉર્વશી રૌતેલાએ પોતાના અને હાર્દિક પંડ્યાના સંબંધોનો સ્પષ્ટ રીતે નકારી દીધો.

સાથે જ મીડિયાને આવી અફવાઓ ફેલાવવા બદલ ટીકા પણ કરી હતી.જો કે ફરી એક વાર હાર્દિક પંડ્યાને કારણે ફરી ચર્ચામાં છે. હાર્દિક પંડ્યાએ એક થ્રૉબૅક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે અને આ કારણે બન્ને ફરી ચર્ચામાં છે.



હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે. જેમાં તેણે જણાવ્યું કે તે પોતાના શરૂઆતના દિવસોમાં ક્રિકેટ મેચ માટે ટ્રકથી પ્રવાસ કર્યા કરતો હતો. હાર્દિકની આ તસવીર પર ઉર્વશી રૌતેલા પણ ભાવુક થઈ ગઈ છે તેને પણ પોતાના સ્ટ્રગલના દિવસો યાદ આવી ગયા છે. હાર્દિકે સોશિયલ મીડિયા પર લખ્યું, "તે દિવસોની યાદો, હું મૅચ રમવા માટે ટ્રકમાં બસીનો જતો હતો.. જેનાથી હું ઘણું શીખ્યો છું. આ એક અદ્ભુત પ્રવાસ હતો. મને આ રમતથી ખરેખર ખૂબ જ પ્રેમ છે."



હાર્દિકની આ તસવીર તેના યુવાનીના દિવસોની છે. જેમાં આપણે હાર્દિકને પોતાના કરિઅર માટે સંઘર્ષ કરતો જોઈ શકીએ છીએ. હાર્દિકની આ તસવીરે ઉર્વશીને તેના સંઘર્ષના દિવસો યાદ કરાવી દીધા. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં ઉર્વશીએ લખ્યું, "રિસ્પેક્ટ, હું પણ બાસ્કેટબૉલ રમવા માટે ટ્રેનથી ટ્રાવેલિંગ કરતી હતી."

નોંધનીય છે કે તાજેતરમાં જ હાર્દિક અને ઉર્વશીને એકસાથે પાર્ટી કરતાં જોવામાં આવ્યા હતા. તેના પછી એવી ચર્ચા હતી કે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે.

આ પણ વાંચો : આવી રહ્યું છે તમારા પ્રિય ગાયક નીરવ બારોટનું નવું ગીત- 'આશરો'

જો કે આ બાબતે સ્પષ્ટતા કરતાં મીડિયાને અફવાઓ ફેલાવવાથી બચવાની વાત કરી હતી. આ સિવાય તેણે અફેરની ચર્ચાનું ખંડન પણ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2019 08:05 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK