Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PM વિરુદ્ધ વાંધાજનક વીડિયો પોસ્ટ કરવા મામલે હાર્દકૌરનું ટ્વિટર સસ્પેન્ડ

PM વિરુદ્ધ વાંધાજનક વીડિયો પોસ્ટ કરવા મામલે હાર્દકૌરનું ટ્વિટર સસ્પેન્ડ

13 August, 2019 08:11 PM IST | મુંબઈ

PM વિરુદ્ધ વાંધાજનક વીડિયો પોસ્ટ કરવા મામલે હાર્દકૌરનું ટ્વિટર સસ્પેન્ડ

PM વિરુદ્ધ વાંધાજનક વીડિયો પોસ્ટ કરવા મામલે હાર્દકૌરનું ટ્વિટર સસ્પેન્ડ


રૅપર હાર્દ કોરને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે. ટ્વિટરે હાર્દ કૌરનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. આ અકાઉન્ટથી એક વીડિયો શૅર કરવામાં આવ્યો હતો, જેમાં હાર્દ કૌરે બંને માટે ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયોમાં હાર્દ કૌરની સાથે કેટલાક ખાલિસ્તાની સમર્થકો પણ દેખાયા હતા, જે તેની હામાં હા મિલાવતા હતા.

લગભગ 2.20 મિનિટની આ ક્લિપમાં હાર્દ કૌરે પીએમ મોદી અને અમિત શાહને પડકાર આપ્યો હતો. જોત જોતામાં આ વીડિયો વાઈરલ થયો અને ટ્વિટર પર હાર્દ કૌર આખો દિવસ ટ્રેન્ડિંગ રહી હતી. આ વીડિયોને ટ્વિટર પર પોસ્ટ કર્યા બાદ હાર્દ કૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ગીતનો પ્રમોશનલ વીડિયો શૅર કર્યો હતો, જેનું ટાઈટર વી આર વૉરિયર્સ છે. આ વીડિયોમાં પણ ખાલિસ્તાની સમર્થકો દેખાઈ રહ્યા છે.



જૂન મહિનામાં હાર્દ કૌર વિરુદ્ધ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને RSSના ચીફ મોહન ભાગવત વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ દેશદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ મામલે આઈપીસીની કલમ 124એ, 153એ, 500 અને 505 અંતર્ગત FIR પણ નોંધવામાં આવી હતી.


આ પણ વાંચોઃ જુઓ અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનના લગ્નના અનસીન ફોટોઝ

ઉલ્લેખનીય છે કે હાર્દ કૌરે જૉની ગદ્દારમાં મૂવ યૉર બોડી, બચના એ હસીનોમાં લકી બૉય જેવા ગીતો ગાઈ ચૂકી છે. અક્ષયકુમારની 2011ની ફિલ્મ પટિયાલા હાઉસમાં હાર્દ કૌરે એક્ટિંગ પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 08:11 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK