હૅપી ન્યુ યરનો સ્ક્રીનપ્લે ઑસ્કર લાઇબ્રેરીમાં મુકાયો

Published: 17th November, 2014 05:01 IST

કેટલીક ફિલ્મોને સફળતા સહિત બધું જ મળે છે, એનું ઉદાહરણ ‘ હૅપી ન્યુ યર’નું છે.

જાણે વર્લ્ડવાઇડ ૩૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરવો પૂરતો ન હોય એમ એ ફિલ્મની ટીમને ખુશ થવાનું બીજું એક કારણ મળ્યું છે. લાઇબ્રેરી ઑફ ધી ઍકૅડેમી ઑફ મોશન પિક્ચર આટ્ર્સ ઍન્ડ સાયન્સિસે તેના પર્મનન્ટ  કોર કલેક્શનમાં જાળવવા માટે સત્તાવાર રીતે ‘હૅપી ન્યુ યર’ના સ્ક્રીનપ્લેની પસંદગી કરી છે.‘હૅપી ન્યુ યર’નો સ્ક્રીનપ્લે સ્ટુડન્ટ્સ, ફિલ્મમેકર્સ, રાઇટર્સ, ઍક્ટર્સ તેમ જ સિનેમા ક્ષેત્રના અન્ય અનેકોને રિસર્ચ માટે ઉપયોગી થાય એ ઉદ્દેશથી ઑસ્કર લાઇબ્રેરીમાં સામેલ કરવામાં આવશે. આ લાઇબ્રેરીમાં અત્યાર સુધીમાં વર્ષ ૨૦૧૦થી પ્રોડ્યુસ કરવામાં

આવેલી ૧,૦૦૦ ફિલ્મોની સ્ક્રિપ્ટોનું કલેક્શન છે.  આ કલેક્શનમાં સ્થાન પામનારી શાહરુખ ખાનની આ પ્રથમ ફિલ્મ નથી. અગાઉ ‘દેવદાસ’ (૨૦૦૨) અને ‘ચક દે ઇન્ડિયા’ની સ્ક્રિપ્ટો પણ પસંદ કરવામાં આવી હતી. ‘હૅપી ન્યુ યર’માં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સોનુ સુદ, બમન ઈરાની અને વિવાન શાહ પણ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK