કૌન બનેગા કરોડપતિના દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં હૅપી ન્યુ યરની ટીમ

Published: 12th October, 2014 04:54 IST

અમિતાભ બચ્ચનના સુપરહિટ ક્વિઝ-શો ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર શુક્રવારે ‘હૅપી ન્યુ યર’ની આખી ટીમ ઊતરી આવી હતી. બધા બ્લૅક ડ્રેસમાં હતા અને બધાએ મળીને ધમાલ-મસ્તી કરી હતી.


સોની ટીવી પર આ એપિસોડ દિવાળીના દિવસે ૨૩ ઑક્ટોબરે પ્રસારિત થશે. ૨૪ ઑક્ટોબરે ‘હૅપી ન્યુ યર’ રિલીઝ થશે.

અમિતાભ બચ્ચનને યંગ બ્રિગેડે જુમ્મા ચુમ્મા... પર નચાવ્યા

ગુરુવારની રાતે અંધેરીના યશરાજ સ્ટુડિયોઝમાં યોજાયેલા પહેલવહેલા સ્ટાર બૉક્સ ઑફિસ ઇન્ડિયા અવૉર્ડ્સમાં અમિતાભ બચ્ચનને ‘બૉક્સ ઑફિસ શહનશાહ અવૉર્ડ’ આપવામાં આવ્યો હતો. એ પ્રસંગે અક્ષયકુમાર, અજુર્ન કપૂર, આયુષમાન ખુરાના અને અલી ઝફરે મળીને તેમને ‘જુમ્મા ચુમ્મા...’ ગીત પર નચાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બધા સ્ટાર્સનાં નામ ખ્થી શરૂ થાય છે. આ ફંક્શનમાં ફિલ્મો, ડિરેક્ટરો અને ઍક્ટરોને અવૉર્ડ આપવા ઉપરાંત બૉક્સ-ઑફિસ પર નોંધાયેલા રસપ્રદ રેકૉર્ડ્સની પણ નોંધ લેવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK