Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બહેન સાથે દુબઈમાં સેલિબ્રેશન કરવા માટે ઉત્સુક ભૂમિ પેડણેકર

બહેન સાથે દુબઈમાં સેલિબ્રેશન કરવા માટે ઉત્સુક ભૂમિ પેડણેકર

22 December, 2020 06:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બહેન સાથે દુબઈમાં સેલિબ્રેશન કરવા માટે ઉત્સુક ભૂમિ પેડણેકર

બહેન સાથે ભૂમિ પેડણેકર

બહેન સાથે ભૂમિ પેડણેકર


ભૂમિ પેડણેકર તેની બહેન સમિક્ષા સાથે દુબઈમાં સેલિબ્રેશન કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. લૉકડાઉન બાદ દરેક જણ ઘરમાં હતું અને કોઈ પણ બહાર જઈ શકે એમ નહોતું. જોકે અનલૉક બાદ છૂટછાટ મળતાં હવે સેલિબ્રિટીઝ મૉલદીવ્ઝને પોતાનું ટ્રાવેલ ડેસ્ટિનેશન બનાવી રહ્યા છે, પરંતુ ભૂમિ તેની બહેન સાથે દુબઈ જવા માગે છે. આ લૉકડાઉન દરમ્યાન તેની બે ફિલ્મો ‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ અને ‘દુર્ગામતી’ રિલીઝ થઈ હતી. જોકે તે હવે તેના કમિટમેન્ટમાંથી ફ્રી થઈ હોવાથી એક નાનકડા વેકેશન પર જઈ રહી છે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘કોરોના વાઇરસની વચ્ચે પણ મારી બે ફિલ્મો રિલીઝ થઈ અને ઘણી બ્રૅન્ડ સાથે પણ મેં કામ કર્યું હોવાની મને ખુશી છે. આથી આ વર્ષે હું ખૂબ જ વ્યસ્ત હતી. મારી બહેન વકીલ છે અને તેનું પણ વર્ષ થોડું વ્યસ્ત રહ્યું હતું. આથી પેડણેકર સિસ્ટર્સે નક્કી કર્યું છે કે તેઓ નાનકડા વેકેશન પર જશે. દુઃખની વાત છે કે અમારી સાથે અમારી મમ્મી ટ્રાવેલ નહીં કરી શકે, કારણ કે કોરોના વાઇરસને લઈને અમે કોઈ રિસ્ક લેવા નથી માગતા. અમે પોતાને ખૂબ જ બહાદુર માની રહ્યાં છીએ કે અમે દુબઈ જઈ રહ્યાં છીએ. આ એક નાનકડી ટ્રિપ છે, પરંતુ અમે એને ખૂબ જ યાદગાર બનાવીશું.’


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2020 06:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK