હોળી 2019: હોળીના રંગમાં ફિલ્મી સિતારાઓ, બીગ-બી અને હેમા માલિનીએ આપી શુભેચ્છાઓ

Updated: Mar 20, 2019, 15:06 IST

દેશભરમાં હોળીની ધૂમ છે. ચારેતરફ હોળીના રંગની બહાર છે. એટલે કે આજે હોળી છે અને દેશભરમાં હોળીકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે.

સિતારાઓની હોળી
સિતારાઓની હોળી

દેશભરમાં હોળીની ધૂમ છે. ચારેતરફ હોળીના રંગની બહાર છે. એટલે કે આજે હોળી છે અને દેશભરમાં હોળીકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર લોકો એકબીજાને ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બૉલીવુડના સ્ટાર્સ પણ હોળીના રંગમાં રંગવા તૈયાર છે. ઘણા સ્ટાર્સે પણ શુભેચ્છાઓના મેસેજ મોકલ્યા છે. અભિનેતા અમિતાભ બચ્ચનથી લઈને હેમા માલિનીના ફૅન્સને હોળી શુભકામનાઓ મોકલી છે.

શુભેચ્છાઓ આપતા બૉલીવુડ એક્ટર અમિતાભ બચ્ચને એક ટ્વિટમાં લખ્યું છે. "ઝૂઠ, ઝૂઠ, ઝૂઠ, ઝૂઠ ન અબ હમસે સહન હોગા, જલેગી હોલિકા ઝૂઠ કી ઝૂઠ કા દહન હોગા. બદલા હોગા યે સચ કા ઝૂઠ સે લિયા જાએગા, ઝૂઠ કે ઝૂઠ મેં સે સિર્ફ સચ કા ચયન હોગા" ત્યાં બીજી તરફ હોળીકા દહનનો ઉલ્લેખ કરતા લખ્યું, "ઉન સબ દુષ્કર્મો કા દહન હો જો સમાજ ઔર જીવન બાધા હૈ, અનુચિત હૈ."

આ પણ વાંચો : રૉર ઑફ ધ લાયનમાં દર્શકો ધોનીની ઇમોશનલ બાજુને જોઈ શકશે : કબીર

બૉલીવુડ અભિનેત્રી હેમા માલિનીએ ટ્વિટ પર લખ્યું કે હોળી ઉત્સાહ અને પ્રેમનો તહેવાર છે. હોલિકા દહનના અવસર પર તેમણે લોકોને નકારાત્મક વિચારોનો ત્યાગ કરીને સકારાત્મક વિચારો કરવાની અપીલ કરી છે. હેમા માલિનીએ સુરક્ષિત રીતે હોળી ઉજવવાની વિનંતી કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK