Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Hardy And Heer Trailer: હિમેશ રેશમિયાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ...

Happy Hardy And Heer Trailer: હિમેશ રેશમિયાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ...

07 January, 2020 01:59 PM IST | Mumbai Desk

Happy Hardy And Heer Trailer: હિમેશ રેશમિયાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ...

Happy Hardy And Heer Trailer: હિમેશ રેશમિયાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ...


મ્યૂઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયાની ફિલ્મ 'હેપ્પી હાર્ડી એન્ડ હીર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં તેની લવ સ્ટોરી પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે અને એક એનઆરઆઈની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મ 2 મિનિટના આ ટ્રેલરમાં ગીતો પણ ખૂબ જ વધારે અને કેટલાક ડાયલૉગ્સ પણ નાંખવામાં આવ્યા છે. આમ તો હિમેશની ફિલ્મ છે તો મ્યૂઝિક વધારે હશે જ અને ટ્રેલરમાં પણ મ્યૂઝિક સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

ટ્રેલરની શરૂઆત પણ સૌથી ચર્ચિત ગીત તેરી મેરી ટ્યૂન સાથે થાય છે, જેને સોશિયલ મીડિયા સેન્સેશન રાનૂ મોંડલે ગાયું છે. રાનૂ મોંડલને કારણે આ ગીત ખૂબ જ ચર્ચામાં આવી ગયું છે. જો કે, ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ફિલ્મ 30 જાન્યુઆરીના રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પહેલા 3 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી, જેને આગળ વધારવામાં આવી છે.




ટ્રેલર પહેલા ફિલ્મનું ટીઝર પણ આવી ચૂક્યું છે અને કેટલાક ગીતો પણ શૅર કરવામાં આવ્યા છે. ફિલ્મના ગીતોએ લોકોનું મન જીતી જ લીધું છે, પણ હવે જોવાનું એ છે કે ફિલ્મ લોકોના મનમાં ઉતરી શકે છે કે નહીં...અને બૉક્સ ઑફિસ પર કેટલું પ્રદર્શન કરી શકે છે. જણાવીએ કે ફિલ્મમાં હિમેશ એક્ટિંગ કરતો દેખાશે અને તે ફિલ્મમાં એક એનઆરઈનું પાત્ર ભજવી રહ્યો છે.


આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

ડબલ રોલની ભૂમિકામાં સ્ક્રીન પર આવતાં હિમેશનું બીજું પાત્ર એક સરદારનું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટોરી એક બિઝનેસમેનની છે, જે લંડનમાં રહે છે. જણાવીએ કે હીર રંધાવાના આ રોમાન્ટિક પાત્રમાં સોનિયા માન દેખાશે. આ પહેલા હિમેશ રેશમિયા આપકા સુરૂર, કર્ઝ અને તેરા સુરૂરમાં પણ કામ કરી ચૂક્યો છે. ફિલ્મમાં મ્યૂઝક પણ હિમેશ રેશમિયાએ જ આપ્યું છે જ્યારે દીપશિખા દેશમુખ અને સબિતા માણકચંદ તેને પ્રૉડ્યૂસ કરી રહ્યા છે. તો ફિલ્મનું નિર્દેશન રાકાએ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2020 01:59 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK