Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday Vijay Devarakonda: એક વખતે ભાડું આપવા માટે પણ નહોતા પૈસા

Happy Birthday Vijay Devarakonda: એક વખતે ભાડું આપવા માટે પણ નહોતા પૈસા

09 May, 2020 12:02 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Happy Birthday Vijay Devarakonda: એક વખતે ભાડું આપવા માટે પણ નહોતા પૈસા

વિજય દેવરાકોન્ડા

વિજય દેવરાકોન્ડા


સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય દેવરાકોન્ડાનો આજે જન્મદિવસ છે. વિજયનો જન્મ 9 મે, 1989માં હૈદરાબાદમાં થયો હતો. વિજય આજે પોતાની ફેમિલી અને ફૅન્સ સાથે પોતાનો 31મો જન્મદિવસ ઉજવશે. વિજયએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં અનેક હિટ અને યાદગાર ફિલ્મો આપી છે. પોતાની દળદાર એક્ટિંગને કારણે તે ચાહકોના હૈયે રાજ કરે છે. ફિલ્મ 'અર્જુન રેડ્ડી'માં વિજયને એક્ટિંગ એટલી લોકપ્રિય થઈ હતી કે તે રાતોરાત હિટ થઈ ગયા. દરમિયાન બોલીવુડ ફિલ્મમાંથી પણ ઑફર્સ આવવા લાગી. આજે આ અવસરે વિજય દેવરાકોન્ડાના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

entertainment,bollywood,Happy Birthday Vijay Devarakonda, Vijay Devarakonda, south superstar Vijay Devarakonda Personal Life, Vijay Devarakonda Professional Life,Vijay Devarakonda Unknown Facts, Vijay Devarakonda movie, Vijay Devarakonda Songs, Vijay Devarakonda video, Vijay Devarakonda upcoming movie, Vijay Devarakonda Bollywood movie, Arjun Reddy, Ananya Pandey, Karan Johar,Entertainment Movies Bollywood bollywood entertainment



વિજય દેવરાકોન્ડા આજે જે મુકામે છે ત્યાં પહોંચવા માટે તેમણે સખત મહેનત કરી છે. વિજયનો જન્મ એક તેલુગૂ પરિવાર થયો. તેમના પિતા દેવરકોન્ડા ગોવર્ધન રાવ સાઉથ ઇન્ડિયન ટીવી સ્ટાર રહી ચૂક્યા છે. જણાવીએ કે વિજય દેવરાકોન્ડાનો પરિવાર તેમને તેમના નામથી નહીં પણ 'રાઉડી'ના નામથી બોલાવે છે, જેની પછાળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે. આ નામની પાછળનું સાચ્ચું કારણ એ છે કે તે બાળપણથી જ ખૂબ જ બાકડબોલા હતા. આ જ કારણે તેમના પરિવારે તેમનું નામ 'રાઉડી' રાખ્યું હતું. વિજયે પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત 2011માં આવેલી 'નુવ્વિલા' ફિલ્મ સાથે કરી હતી. આ વિજયની ડેબ્યૂ ફિલ્મ હતી.


 
 
 
View this post on Instagram

Thirsty. Shot by @sanjeevkumarphotography Styled by @harmann_kaur_2.0 Suit by @raamzofficial

A post shared by Vijay Deverakonda (@thedeverakonda) onMar 18, 2020 at 4:34am PDT


એક ઇન્ટરવ્યૂમાં વિજય દેવરાકોન્ડાએ જણાવ્યું હતું કે કરિઅરના શરૂઆતના સમયમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક વાર તો એવું થતું કે તેમની પાસે ભાડું આપવા માટે પૈસા નહોતા. છતાં તેમણે પરાજય સ્વીકારી નહીં અને જાતમહેનતથી આ મુકામ હાંસલ કર્યું. આજે તે દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર છે.

 
 
 
View this post on Instagram

You have no idea what's in store.

A post shared by Vijay Deverakonda (@thedeverakonda) onDec 9, 2019 at 5:33am PST

'નુવ્વિલા' પછી વિજય દેવરાકોન્ડાએ 'ડિયર કામરેડ', 'મેહનતી' અને 'વર્લ્ડ ફેમસ લવર' જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. પણ તેમને નેશનલ લેવલે ઓળખ મળી 2017માં આવેલી ફિલ્મ 'અર્જુન રેડ્ડી' દ્વારા. આ ફિલ્મની હિન્દી રીમેક 'કબીર સિંહ' છે. આ ફિલ્મની રીમેકમાં શાહિદ કપૂરને લીડ રોલ પ્લે કર્યો હતો. નોંધનીય છે કે વિજય ટૂંક સમયમાં જ કરણ જોહરની ફિલ્મ અનન્યા પાંડે સાથે દેખાવાના છે. ફિલ્મો સિવાય વિજય દેવરાકોન્ડા ફિલ્મ નિર્માતા પણ છે. તેમની કંપનીનું નામ 'હિલ એન્ટરટેઇન્મેન્ટ' છે. આ સિવાય દેવરાકોન્ડાની એક ક્લોથ બ્રાન્ડ પણ છે, જેનું નામ છે 'રાઉડી વૅર'.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2020 12:02 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK