Happy Birthday Pran Saab: અભિનયમાં પ્રાણ રેડનારા સજ્જન વિલન પ્રાણ

Published: Feb 12, 2020, 18:48 IST | Chirantana Bhatt | Mumbai Desk

પ્રાણનો ફુટબૉલ પ્રેમ તો તેમને ફુટબૉલ ટીમ બનાવવા સુધી લઇ ગયો. તેમણે મોસ્કોની ફેમસ ટીમના નામ પરથી બોમ્બે ડાયનેમોઝ ફુટબૉલ ક્લબ બનાવી જેમાં છ સભ્યો હતા અને આ ટીમે મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ તો કર્યું જ પણ એક વાર ભારતનું ઑલિમ્પિકમાં પ્રતિનિધિત્વ પણ કર્યુ

તમામ તસવીરો મિડ-ડે આર્કાઇવ્ઝ
તમામ તસવીરો મિડ-ડે આર્કાઇવ્ઝ

પ્રાણ કિશન સિકંદ તરીકે 12 ફેબ્રુઆરી 1920નાં દિવસે જન્મેલા પ્રાણ એક એવા અભિનેતા છે જેમની આંખો, અવાજ અને અદાઓ કોઇનાં પણ દિલ જીતી લે. પ્રાણ આટલા દેખાવડા હતાં પણ તેમણે મોટે ભાગે વિલન તરીકે પાત્રો ભજવ્યા. ચુસ્ત શરીર અને સ્ટાઇલિશ કપડાંઓમાં ઉભા રહેતાં પ્રાણ સિગારેટનાં ધુમાડાની રિંગ્ઝ છોડતા તો ભલભલા ઇમ્પ્રેસ થઇ જતાં પણ તમે માનશો પ્રાણે અંગત જીવનમાં ક્યારેય સિગરેટને હાથ સુદ્ધાં નથી લગાડ્યો. આજે તેમની 100મી બર્થ ડે છે. આટલા આલા દરજ્જાના અભિનેતાને યાદ કરવા જ ઘટે. તેમની કેટલીક રસપ્રદ તસવીરો જોઇએ અને જાણીએ તેમના વિષેની રસપ્રદ વાતો.

actor pran

 

પ્રાણે 1940માં અભિનય ક્ષેત્રે સ્ટ્રગલ ચાલુ કરી, તેમણે ભાગલા પહેલાં 22 ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાંની મોટાભાગની ભાગલા પહેલાં રિલિઝ પણ થઇ ગઇ હતી.  ભગાલા પછી મૂળ દિલ્હીનાં પ્રાણ મુંબઇ આવ્યા અને આઠ મહિનાની સ્ટ્રગલ પછી તેમને 1948માં ઝિદ્દી ફિલ્મમાં રોલ મળ્યો. લેખક સહાદત મંટો અને એક્ટર શ્યામે તેમને આ ફિલ્મમાં રોલ અપાવવામાં મદદ કરી હતી તેમ કહેવાય છે. આ પછી પ્રાણે ક્યારેય પાછા વળીને ન જોયું અને પછી તો ઝંજીર, રામ ઔર શ્યામ, અમર અકબર એન્થની, જ્હોની મેરા નામ અને ડોન જેવી ફિલ્મો કરી. 

actor pran

 

લગભગ 350 ફિલ્મોમાં અભિનય કરનારા પ્રાણનાં અભિનયથી લોકો એવા ડરતાં કે એક સમયે લોકો પોતાના બાળકનું નામ ક્યારેય પ્રાણ ન રાખતા. પ્રાણે 1938માં શિમલાનાં રામ લીલા શોમાં રામ બનેલા મદન પુરીની સીતાનું પાત્ર ભજવ્યું હતું. પ્રાણને સ્પોર્ટ્સમાં પણ બહુ રસ હતો પણ તેમણે એક સમયે મિડ-ડેને આપેલા ઇન્ટરવ્યુમાં કબુલ્યું હતું કે તેઓ પોતે બહુ સારા ખેલાડી નહોતા. બાળપણમાં ક્યારેક હૉકી રમેલા પ્રાણ મુંબઇ આવ્યા પછી બોમ્બેની ક્રિકેટ ક્લબનાં સભ્ય બન્યા અને પોતાના પ્રોડ્યુસર ડિરેક્ટર મિત્ર રામ કમલાણી સાથે તે બધી મોટી મેચીઝ જોવા બ્રાબોર્ન સ્ટેડિયમ જતા. તેઓ સવારે સીસીઆઇની બહાર પાંચ વાગે પહોંચી જતા જેથી સારામાં સારી બેઠકે બેસીને મેચ જોઇ શકે. 

actor pran

ક્રિકેટ ઉપરાંત તે હૉકી અને ફુટબૉલનાં પણ રસિયા હતા. પ્રાણ આ ખેલની મેચિઝમાં પણ જતા પણ જો શુટિંગ હોય તો તેમને આ બધું મિસ કરવું પડતું. પણ જો મહત્વની મેચ હોય તો એ શુટિંગ બંધ રાખતા. અખ્તર હુસેનને કારણે તેમને ફૂટબૉલમાં રસ પડ્યો હતો. ફિલ્મ પ્યાર કી બાતેં મેં કામ કરનારા પ્રાણને ખબર નહોતી કે અખ્તર હુસેન રોજ ચાર-સાડા ચારે શુટ બંધ કેમ કરી દે છે. તેમને ખબર પડી કે અખ્તર હુસેન ફુટબૉલ ફેન છે અને તેમની પોતાની ક્લબ પણ છે. તેમની ટીમ રમતી હોય ત્યારે તે કુપરેજ પહોંચી જતા અને એક દીવસ પ્રાણ તેમની સાથે મેચ જોવા ગયા અને તેમને ખેલમાં એટલો રસ પડ્યો કે હવે તે નિયમિત મેચ જોવા જતા. 

actor pran

પ્રાણનો ફુટબૉલ પ્રેમ તો તેમને ફુટબૉલ ટીમ બનાવવા સુધી લઇ ગયો. તેમણે મોસ્કોની ફેમસ ટીમના નામ પરથી બોમ્બે ડાયનેમોઝ ફુટબૉલ ક્લબ બનાવી જેમાં છ સભ્યો હતા અને આ ટીમે મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ તો કર્યું જ પણ એક વાર ભારતનું ઑલિમ્પિકમાં પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. 

actor pran

ભાગલાનાં તંગ વાતાવરણમાં પ્રાણ ઉછીના 27 રૂપિયા લઇને મુંબઇ પહોંચ્યા હતા. જો કે ત્યારે પણ તેઓ સ્ટાઇલ તો જાળવતા જ અને ઠસ્સાને અનુરૂપ એવી તાજ હોટલમાં રહ્યા હતા. એક સમયે ફોટોગ્રાફર બનવા માગતા પ્રાણે છ દાયકા ફિલ્મોમાં કામ કર્યું  અને ત્રણ ફિલ્મ ફેર એવોર્ડ જીત્યા. પદ્મ ભુષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ તેમને એનાયત થયા હતા.

 

actor pran

તેમનું ઝંજીરનું શેરખાનનું પાત્ર લોકોને હજી પણ યાદ છે. અમિતાભ બચ્ચનની 70મી બર્થ ડેની ઉજવણી બાદ તેમણે જાહેર કાર્યક્રમોમાં આવવાનું ટાળ્યું હતું. 93 વર્ષની વયે તેઓ 2013માં મૃત્યુ પામ્યા અને આ અદના કલાકારને લોકો આજે પણ મિસ કરે છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK