Happy Birthday Tina Ambani: જાણો કઇ ઘટનાથી બદલાયું જીવન...

Updated: Feb 11, 2020, 11:50 IST | Mumbai Desk

પોતાના કરિઅરની સાથે સાથે કલાકારો સાથેના પોતાના સંબંધોને કારણે પણ ચર્ચામાં છવાયેલાં રહ્યાં.

ટીના મુનીમ બોલીવુડની તે અભિનેત્રીઓમાંનાં એક છે, જેમનું ફિલ્મ જગતમાં આવવું એક સંજોગ જ માનવામાં આવે. 80ના દાયકામાં હિંદી સિનેમાના પડદા પર સફળતાની સાથે શહેરની, ભણેલી-ગણેલી અને આત્મવિશ્વાસસભર ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારની દીકરીનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાના કરિઅરની સાથે સાથે કલાકારો સાથેના પોતાના સંબંધોને કારણે પણ ચર્ચામાં છવાયેલા રહ્યા.

બોલીવુડમાં એક સારી ઇનિંગ બાદ ટીના અંબાણી દેશના સૌથી જાણીતા, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિમાંના એક અંબાણી પરિવારના વધૂ બન્યાં અને રિયલ લાઇફના આ પાત્રને પણ ખૂબ જ સારી રીતે નીભાવ્યો. પડદા સાથે સંબંધો તૂટ્યા પછી ટીના અંબાણીએ ફરી ક્યારે તે તરફ જોયું નથી. પોતાને સંપૂર્ણપણે પારિવારિક અને સામાજિક જવાબદારીઓમાં નાખી દીધી. ટીના અંબાણી આજે એટલે કે 11 ફેબ્રુઆરીના પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે.

1975માં એક આંતરરાષ્ટ્રીય સૌંદર્ય કૉમ્પિટિશનમાં વિજય મેળવ્યા બાદ દેવાનંદ સાહબનું ધ્યાન તેમના પર ગયું અને 'દેસપરદેસ' ફિલ્મ સાથે 1978માં ટીના અંબાણીએ ફિલ્મ જગતમાં પોતાનો ડેબ્યૂ કર્યો. ટીના અંબાણી એક એવા ગુજરાતી પરિવારમાંથી આવે છે જેમનો ફિલ્મો સાથે દૂર દૂર સુધી કંઇ જ સંબંધ ન હતો અને ન તો તેને પોતાને ફિલ્મમાં રસ હતો.

Tina Ambani

પણ દેવાનંદ જેવા મહાન અભિનેતાનો પ્રસ્તાવ કોઇ કેવી રીતે નકારી શકે અને આ રીતે તેમનો ફિલ્મી પ્રવાસ ખૂબ જ સારી રીતે આગળ વધતો ગયો, 1987 સુધી ચાલ્યો. જ્યાં સુધી તેઓ કૉલેજ અટેન્ડ કરવા માટે કૅલિફોર્નિયા ન ગયા. દરમિયાન તેમણે 30-35 ફિલ્મોમાં કામ કર્યું જેમાં સંજય દત્ત સાથે 'રૉકી' સુપર હિટ ફિલ્મ હતી.

ટીના અંબાણીએ પોતાના બોલીવુડ કરિઅરમાં ખાસ કરીને રાજેશ ખન્ના સાથે ફિલ્મો કરી, જેમાં ફિફ્ટી-ફિફ્ટી, સૌતન, બેવફાઇ, સુરાગ, ઇન્સાફ મેં કરુંગા જેવી ફિલ્મો સામેલ છે. ઋષિ કપૂર સાથે કર્ઝ જેવી હિટ મસાલા ફિલ્મમાં કામ કર્યું તો અમોલ પાલેકર સાથે બાતો બાતો મેં જેવી સાદાઇવાળી સુંદર ફિલ્મના હિરોઇન બન્યા.

1991માં જ્યારે ટીના અંબાણી 31 વર્ષનાં થયાં ત્યારે તેમણે ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા. હાલ ટીના અંબાંણી મુંબઇમાં આવેલી કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલનાં ચેરપર્સન છે. સાથે જ તેઓ અનેક સામાજિક કાર્યોમાં રસ ધરાવે છે. ટીના-અનિલના બે દીકરા છે જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.

આ પણ વાંચો : ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

ટીના અંબાણી ઝાકઝમાળથી દૂર રહેવાનું પસંદ કરે છે. 2015માં ઇન્ડિયા ટુડે સાથે થયેલી વાતચીતમાં ટીના અંબાણીએ પોતાને વર્કિંગ મધર તરીકે ઓળખાવ્યાં હતાં. તેમણે કહ્યું કે તેઓ પહેલા એવા ક્ષેત્રમાં કામ કરતાં હતાં જેમાં ગ્લેમરસ દેખાવું એ જરૂરી હતી. હવે તેઓ જે કામ કરે છે, તે ભલે હૉસ્પિટલ માટે હોય કે કોઇ ફાઉન્ડેશન માટે, તેમાં ગ્લેમરની જરૂર નથી. બધી જ ધારણાની વાતો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK