Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday:આ ફિલ્મો થકી રામ ગોપાલ વર્મા બન્યા બોલીવુડના 'સરકાર'

Happy Birthday:આ ફિલ્મો થકી રામ ગોપાલ વર્મા બન્યા બોલીવુડના 'સરકાર'

07 April, 2020 12:26 PM IST | Mumbai Desk

Happy Birthday:આ ફિલ્મો થકી રામ ગોપાલ વર્મા બન્યા બોલીવુડના 'સરકાર'

રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્મા


ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક રામ ગોપાલ વર્માનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ 7 એપ્રિલ, 1962ના આંધ્રપ્રદેશમાં થયો હતો. આજે તે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રામ ગોપાલ વર્મા શરૂઆતથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવા માગતા હતા. આ કારણે તેમણે પોતાનું સિવિલ ઇન્જીનિયરિંગની સ્ટડી છોડીને ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રની પસંદગી કરી. તેમણે પોતાની પહેલી જ ફિલ્મ દ્વારા લોકપ્રિયતા મેળવી. રામ ગોપાલ વર્માએ 1989માં તેલુગૂ ફિલ્મ 'સિવા' દ્વારા નિર્દેશનમાં પગપેસાર કર્યો. તો જાણીએ રામૂની ફિલ્મો જેનાથી તે બોલીવુડ જગતમાં બન્યા લોકપ્રિય.

શિવા (1990)
હિંદી સિનેમામાં રામ ગોપાલ વર્માએ પોતાની તેલુગૂ ફિલ્મ 'સિવા'ની હિન્દી રીમેક 'શિવા' સાથે જબરજસ્ત એન્ટ્રી લીધી હતી. તેમની આ ફિલ્મ કૉલેજમાં થતી ગુંડા ગર્દી પર આધારિત હતી. આ ફિલ્મ દ્વારા નાગાર્જુને હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યો. આ ફિલ્મમાં પરેશ રાવલ એક દળદાર ભૂમિકામાં જોવા મળ્યા. આ બ્લૉકબસ્ટર ફિલ્મ દ્વારા રામ ગોપાલ વર્મા જાણે રાતોરાત હિન્દી સિનેમા જગતમાં છવાઇ ગયા.



 
 
 
View this post on Instagram

Nagarjuna and Ismart Puri Jagan in the shooting of SHIVA

A post shared by RGV (@rgvzoomin) onMar 15, 2020 at 1:27am PDT


રંગીલા (1995)
રામ ગોપાલ વર્માની ફિલ્મ 'રંગીલા' પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. આ ફિલ્મ દ્વારા રામૂને સિનેમા જગતમાં એક આગવી મળી. આ ફિલ્મમાં જૅકી શ્રૉફ, આમિર ખાન અને ઉર્મિલા મુખ્ય ભૂમિકામાં હતા. ઉલ્લેખનીય છે કે 'રંગીલા' તે ફિલ્મોમાંની છે જેની રિમેક હોલીવુડએ કર્યું છે. હોલીવુડમાં વર્ષ 2004માં રિલીઝ થઇ. આ ફિલ્મનું નામ 'વિન અ ડેટ વિથ ટૈડ હમિલ્ટન!' છે.


સત્યા (1998)
ફિલ્મ 'સત્યા'માં ભીખૂ મ્હાત્રેના પાત્રને આજે પણ યાદ કરવામાં આવે છે. આ પાત્ર અભિનેતા બાજપેયીએ ભજવ્યું હતું. જણાવીએ કે આ ફિલ્મમાં કામ કરતાં પહેલા મનોજ બાજપેયી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં નાના-મોટા પાત્રો ભજવતાં હતા. આ ફિલ્મે મનોજ બાજપેયીને સ્ટાર બનાવી દીધા. આ ફિલ્મ દ્વારા દક્ષિણ ભારતના સ્ટાર જે ડી ચક્રવર્તીને હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરવાની તક મળી. આ ફિલ્મ એટલી તો હિટ થઈ કે રામ ગોપાલ વર્માને આ માટે અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા.

Satya

કંપની (2002)
રામ ગોપાલ વર્માની ફિલ્મ 'કંપની'એ વિવેક ઑબેરૉયને એક આગવી ઓળખ અપાવી. ફિલ્મ કંપની મુંબઇના અંડરવર્લ્ડ પર આધારિત હતી. કહેવાતી રીતે છોટા રાજન પર આધારિત આ ફિલ્મનું પાત્ર ચંદૂ નાગરે સુપરહિટ હતો. વિવેક ઑબેરૉય સિવા. અભિનેતા અજય દેવગને પણ આ ફિલ્મમાં જબરજસ્ત ભૂમિકા ભજવી. આ સિવાય ફિલ્મમાં મનીષા કોઇરાલા, સીમા બિસ્વાસે પણ જબરજસ્ત કામ કર્યું છે. આ ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ.

Company

સરકાર (2005)

Sarkar
રામ ગોપાલ વર્માની ફિલ્મ 'સરકાર'માં મુખ્ય પાત્ર ભજવનારા અમિતાભ બચ્ચનનો લૂક લગભગ બાળ ઠાકરે જેવો રાખવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં અભિષેક બચ્ચને તેમના દીકરાનું પાત્ર ભજવ્યું હતું. આ સિવા. ફિલ્મમાં કે કે મેનન, અનુપમ ખેર, કોટા શ્રીનિવાસ રાવ, સુપ્રિયા પાઠક અને તનીષા મુખર્જીએ પણ દળદાર ભૂમિકાઓ ભજવી.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2020 12:26 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK