Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday Parineeti Chopra: જાણો પરિણીતિ વિશેની અજાણી વાતો

Happy Birthday Parineeti Chopra: જાણો પરિણીતિ વિશેની અજાણી વાતો

22 October, 2019 04:22 PM IST | મુંબઈ ડેસ્ક

Happy Birthday Parineeti Chopra: જાણો પરિણીતિ વિશેની અજાણી વાતો

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા


બોલીવુડ જગતમાં આજની બર્થડે ગર્લ છે પરિણીતિ ચોપરા. આજે પરિણીતિ ચોપરાનો જન્મદિવસ છે અને આજે નટખટ પરિણીતિ 30 વર્ષની થઈ ગઈ છે. પરિણીતિ બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે, જેમણે પડદા પર સારું પ્રદર્શન કરવા માટે પોતાના લૂકમાં ઘણાં પરિવર્તનો કર્યા છે. એક સમયે પરિણીતિ ખૂબ જ હેલ્ધી હતી, પણ તેણે પોતાની જાતે અનેક પરિવર્તન કર્યા છે અને આમ કરવા માટે તેને અવૉર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવી હતી. તો આવો જાણીએ પરિણીતિના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જે છે બધાંથી અજાણી...

 
 
 
View this post on Instagram

While the shot is being set up ? But guys #TheGirlOnTheTrain - WHAT. AN. EXPERIENCE. Life changing. Nirvana. Peace. ? @tribhuvanbabu

A post shared by Parineeti Chopra (@parineetichopra) onSep 12, 2019 at 1:03am PDT




પરિણીતિનો જન્મ 22 ઑક્ટોબરને અંબાલામાં થયો હતો અને તે શાળાકીય શિક્ષણ દરમિયાન ખૂબ જ હોંશિયાર હતી. કહેવાય છે કે તેણે 12માં ધોરણમાં ઇન્ડિયા ટૉપ કર્યું હતું અને આ માટે તેને નેશનલ લેવલ પર સન્માનિત કરવામાં આવી હતી. તેના પછી પણ પરિણીતિનું ધ્યાન ભણવામાં જ હતું અને તે બોલીવુડમાં આવવા માગતી ન હતી. તેના પછી પરિણીતિએ બિઝનેસ, ફાઇનેન્સ અને અર્થશાસ્ત્રમાં ટ્રિપલ હૉનર્સની છે અને તેના પછી વર્ષ 2009માં મેન્ચેસ્ટરથી ઇન્ડિયા આવી હતી.

 
 
 
View this post on Instagram

For flexibilty, strength and mental peace ?‍♀️ I love yoga ? #InternationalYogaDay

A post shared by Parineeti Chopra (@parineetichopra) onJun 21, 2019 at 1:31am PDT


ભારત આવ્યા પછી પણ તેને ફિલ્મોમાં એક્ટિંગ કરીને પોતાનું કરિઅર બનાવવાનું યોગ્ય ન લાગ્યું અને તે નોકરી કરવા લાગી. તેણે ભારત આવીને યશરાજ ફિલ્મ્સ સાથે પીઆર કન્સલટન્ટ તરીકે કામ કર્યું અને બે વર્ષ સુધી નોકરી કર્યા પછી પગલું ભર્યું. બે વર્ષ પછીતેણે 2011માં લેડીઝ વર્સેઝ રિકી બહેલ સાથે ડેબ્યૂ કર્યો. તેને પોતાની પહેલી જ ફિલ્મથી બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવૉર્ડ મળ્યો.

આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

તેના પછી તેણે વર્ષ 2014માં 'ઇશ્કઝાદે'માં કામ કર્યું અને તેની માટે તેના ઘણાં વખાણ પણ કરવામાં આવ્યા. જો કે તેના પછી તેનું ફિલ્મી કરિઅર ખાસ ન હતું અને તેની કેટલીક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન ન કરી શકી. તેણે નમસ્તે ઇન્ગ્લેન્ડ, કેસરી, જબરિયા જોડી, ડિૂમ, કિલ દિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેણે 'મેરી પ્યારી બિંદૂ' સાથે પોતાનો પ્લેબેક સિંગિંગનો પ્રવાસ પણ શરૂ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 04:22 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK