Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday Nargis Dutt: નરગિસને બચાવવા આગમાં કૂદી પડ્યા સુનીલ દત્ત

Happy Birthday Nargis Dutt: નરગિસને બચાવવા આગમાં કૂદી પડ્યા સુનીલ દત્ત

01 June, 2019 12:42 PM IST |

Happy Birthday Nargis Dutt: નરગિસને બચાવવા આગમાં કૂદી પડ્યા સુનીલ દત્ત

નરગિસ દત્ત

નરગિસ દત્ત


પોતાના જમાનાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક અને જાણીતા અભિનેતા સુનીલ દત્તની પત્ની નરગિસનો આજે પહેલી જૂને જન્મદિવસ છે. નરગિસે પોતાના અભિનય દ્વારા દર્શકોના દીલ પર રાજ કર્યું અને સિનેમાને પણ એવી ઊંચાઇએ પહોંચાડ્યું કે આજે પણ તેને આ કારણે યાદ કરવામાં આવે છે. નરગિસે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા પણ રાજ કપૂર સાથે તેની નિકટતા તે સમયે પણ ચર્ચામાં હતી. પણ જ્યારે સુનીલ દત્તે પોતાની પરવાહ કર્યા વગર નરગિસને બચાવી ત્યારે નરગિસને અનુભવ થયો કે સુનીલ જ તેના જીવનસાથી છે.

નરગિસ દત્તનો જન્મ 1 જૂન 1929ના પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં થયો હતો. નરગિસના પિતા ઉત્તમચંદ મોહનદાસ એક જાણીતા ડૉક્ટર હતા. તેમની માતા જદ્દનબાઇ જાણીતી નર્તકી અને ગાયિકા હતી. માતાના સહયોગથી જ નરગિસ ફિલ્મોથી જોડાઇ અને તેના કરિઅરની શરૂઆત થઇ ફિલ્મ 'તલાશ-એ-હક'થી. જેમાં નરગિસે ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 6 વર્ષની હતી.



રાજ કપૂર સાથે વધી નિકટતા


નરગિસે 1940થી લઇને 1950 દરમિયાન કેટલીય મોટી અને હીટ ફિલ્મોમાં કામ કર્યું. જેમ કે 'બરસાત', 'આવારા', 'દીદાર' અને 'શ્રી 420'. જ્યારે આ ફિલ્મો આવી ત્યારે રાજ કપૂરનો સમય હતો. નરગિસે રાજ કપૂર સાથે 16 ફિલ્મો કરી અને મોટા ભાગની ફિલ્મો સફળ પુરવાર થઇ. દરમિયાન બન્ને વચ્ચે નિકટતા વધવા લાગી અને બન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. અહીં સુધી કે બન્નેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું. લેખિકા મધુ જૈનનું પુસ્તક 'ધ કપૂર્સ' પ્રમાણે - "જ્યારે 'બરસાત' બની રહી હતી નરગિસ સંપૂર્ણપણે રાજ કપૂરને સમર્પિત થઇ ચૂકી હતી. અહીં સુધી કે જ્યારે તેના સ્ટુડિયોમાં પૈસાની અછત વર્તાઇ ત્યારે નરગિસે પોતાની સોનાની બંગડીઓ પણ વેંચી દીધી હતી. અને તેણે બીજા નિર્માતાઓની ફિલ્મોમાં કામ કરીને આર.કે ફિલ્મ્સની ખાલી તિજોરીઓ ભરવાનું કામ કર્યું."

રાજ કપૂર જ્યારે 1954માં મૉસ્કો ગયા તો પોતાની સાથે નરગિસને પણ લઇને ગયા હતા. કહેવાય છે કે બન્ને વચ્ચે કંઇક ગેરસમજણ થઇ અને બન્ને વચ્ચે ઇગોની તકરાર એટલી વધી કે અધવચ્ચે પ્રવાસ અડધું મૂકીને ઇન્ડિયા પાછી આવી ગઇ. ત્યાર બાદ 1956માં આવેલી ફિલ્મ 'ચોરી ચોરી' નરગિસ અને રાજ કપૂરની જોડીવાળી છેલ્લી ફિલ્મ હતી. જો કે વચન પ્રમાણે રાજ કપૂરની ફિલ્મ 'જાગતે રહો'માં નરગિસે ગેસ્ટ એક્ટ્રેસની ભૂમિકા ભજવી હતી. અહીંથી બન્નેના રસ્તા બદલાયા. બન્ને વચ્ચે સંબંધ કેટલા ગાઢ હતા તે વિશે ઋષિ કપૂરે પોતાના પુસ્તક 'ખુલ્લમ ખુલ્લા ઋષિ કપૂર uncensored'માં સવિસ્તાર લખ્યું છે.


આ પણ વાંચો : Bharat Box Office Prediction: ફિલ્મથી છે આટલી અપેક્ષાઓ

સુનીલ દત્ત સાથે પ્રેમ અને લગ્ન

રાજ કપૂરથી અલગ થવા પર ઠીક એક વર્ષ પછી નરગિસે 1957માં મહબૂબ ખાનની 'મધર ઇન્ડિયા'ની શૂટિંગ શરૂ કરી દીધી હતી. મધર ઇન્ડિયાની શૂટિંગ દરમિયાન સેટ પર આગ લાગી ગઇ હતી. સુનીલ દત્તે પોતાની પરવાહ કર્યા વિના નરગિસને બચાવી અને બન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. માર્ચ 1958માં બન્નેના લગ્ન થયા. બન્નેના ત્રણ બાળકો થયા સંજય, પ્રિયા અને નમ્રતા છે. પોતાનું પુસ્તક 'ધ ટ્રૂ લવ સ્ટોરી ઑફ નરગિસ દત્ત એન્ડ સુનીલ દત્ત'માં નરગિસે લખ્યું હતું કે રાજ કપૂરથી જુદા થયા બાદ તે આત્મહત્યા કરવા વિશે વિચારવા લાગી હતી. પણ તેને સુનીલ દત્ત મળી ગયા, જેમણે તેને સંભાળી લીધા. નરગિસે લખ્યું કે તેણે પોતાના અને રાજ કપૂર વિશે સુનીલ દત્તને બધું જ જણાવ્યું હતું. સુનીલ દત્ત પર નરગિસને ખૂબ જ ભરોસો હતો.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2019 12:42 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK