જાણો કોણ છે એ અભિનેતા જેને ૩૦,૦૦૦ છોકરીઓએ લગ્નના મોકલ્યાં પ્રસ્તાવ

Updated: Jan 10, 2020, 12:41 IST | Mumbai Desk

આજથી ૧૯ વર્ષ પહેલાં આ બોલિવૂડ અભિનેતા માટે ૩૦,૦૦૦ છોકરીઓએ લગ્નના પ્રસ્તાવ મોકલ્યાં હતાં!

'મોસ્ટ હેન્ડસમ મેન ઈન ધ વર્લ્ડ' નો ખિતાબ મેળવેલ અભિનેતા કે જેના માટે એક સમયે ૩૦,૦૦૦ છોકરીઓના માગા આવ્યા હતાં તેવી વાત ખૂદ અભિનેતાએ જાહેર કરી છે. તેવો તમામ યુવતીઓના મનમાં રમતો માણિગર એટલે હ્રતિક રોશન.

હ્રતિકની સૌપ્રથમ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે તેના દેખાવ, તેનો શારીરિક બાંધો અને એક્ટિંગ પર ફિદા થઈ કુલ ૩૦,૦૦૦ છોકરીઓએ લગ્ન માટે પ્રસ્તાવ મોકલ્યા હતાં.

હ્રતિકે તેની આગામી ફિલ્મ 'વૉર' નું પ્રમોશન કરવા તાજેતરમાં 'ધ કપિલ શર્મા શો' માં હાજરી આપી હતી. તે સમયે તેણે આ બાબતે ખૂલાસો કર્યો હતો

આ પણ વાંચો : તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

હ્રતિક રોશન અને અમિશા પટેલની મુખ્ય ભૂમિકામાં 'કહો ના પ્યાર હૈ' ફિલ્મ ૨૦૦૦ની સાલમાં પ્રદર્શિત થઈ હતી. ત્યારે બંને નવોદિત કલાકારો રાતોરાત સ્ટાર બન્યાં હતાં. તે સમયે હ્રતિક માટે ૩૦ હજાર છોકરીઓએ પરણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે આ તમામ તરૂણીઓની અપેક્ષા પર પાણી રેડી તેજ વર્ષે તે ગર્લફ્રેન્ડ સુઝેન સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. આશરે ૧૪ વર્ષના સહવાસ બાદ બંનેના અંગત જીવનમાં ખટાશ પડતાં ૨૦૧૪માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડાનો નિર્ણય લીધો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK