Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Divyanka Tripathi Birthday:બોલીવુડ અભિનેત્રી કરતાં પણ છે વધારે ફી..

Divyanka Tripathi Birthday:બોલીવુડ અભિનેત્રી કરતાં પણ છે વધારે ફી..

14 December, 2019 11:52 AM IST | Mumbai Desk

Divyanka Tripathi Birthday:બોલીવુડ અભિનેત્રી કરતાં પણ છે વધારે ફી..

Divyanka Tripathi Birthday:બોલીવુડ અભિનેત્રી કરતાં પણ છે વધારે ફી..


આજે લગભગ દરેક ઘરમાં ઇશિતા ભલ્લાના નામે જાણીતી ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો જન્મદિવસ છે. ટેલીવિઝન જગતમાં ખાસ નામના મેળવનારી દિવ્યાંકા ત્રિપાઠી 35 વર્ષની થઈ ગઈ છે. તમે ઘરની વહુના રૂપમાં જોઇ હશે, પણ રિયલ લાઇફમાં દિવ્યાંકા ખૂબ જ ગ્લેમરસ અને લગ્ઝરી જીવન જીવે છે. તેની સાથે જ દિવ્યાંકા ફક્ત એક્ટિંગમાં જ નહીં પણ શૂટિંગ અને પર્વતારોહણમાં પણ માહેર છે.

 
 
 
View this post on Instagram

A morning like this... #Blissful!

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) onNov 6, 2019 at 2:46am PST




દિવ્યાંકાનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ભોપાળમાં થયો અને તેણે ભોપાળમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. પોતાની સ્ટડીની સાથે સાથે દિવ્યાંકાએ રાઇફલ શૂટિંગ અને પર્વતારોહણનો કોર્સ કરી રાખ્યો છે. રેડિયો દ્વારા પોતાના પ્રૉફેશનલ કરિઅરની શરૂઆત કર્યા પછી હવે દિવ્યાંકાનો ચહેરો ટીવી જગતનો સૌથી જાણીતો ચહેરો છે. સાથે જ તેનું નામ સૌથી વધારે ફી લેનારી અભિનેત્રીઓમાં પણ લેવાય છે.

 
 
 
View this post on Instagram

Click me impromptu. Posing ain't my forte! @kashmiraaofficial @stylingbyvictor @sohail__mughal__

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) onNov 16, 2019 at 5:33pm PST


ફિલ્મી બીટ્સ પ્રમાણે તે દરરોજ 90,000થી 1,00,000 રૂપિયા સુધીની કમાણી કરે છે. એક્ટિંગ સિવાય પણ દિવ્યાંકાના હાથમાં અનેક પ્રૉજેક્ટ્સ છે. દિવ્યાંકાએ ટીવી જગતમાં ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે, પણ તેને 'યે હૈ મહોબ્બતેં' દ્વારા એક આગવી ઓળખ મળી. આ પહેલા તેણે 'બનૂં મેં તેરી દુલ્હન', 'મિસ્ટર એન્ડ મિસેઝ શર્મા અલ્લાહબાદ વાલે'માં પણ કામ કર્યું હતું.

 
 
 
View this post on Instagram

Here’s a girl who just doesn't like shopping!? #Impossible! Ain't it?

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) onDec 1, 2019 at 11:45am PST

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

ઑલ ઇન્ડિયા રેડિયો દ્વારા પોતાના કરિઅરની શરૂઆત કર્યા બાદ દિવ્યાંકાએ 2004માં ઇંડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ કી ખોજ દ્વારા ટીવીમાં ડેબ્યૂ કર્યો. વર્ષ 2013માં તેને 'યે હૈ મહોબ્બતે' શૉમાં 'ઇશિતા'નું પાત્ર મળ્યું અને આ પાત્રના રોલમાં દિવ્યાંકાને ખૂબ જ પસંદ કરવામાં આવી. દિવ્યાંકા નચ-બલિયે 8માં પોતાના પતિ વિવેક દહિયા સાથે દેખાઇ ચૂકી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2019 11:52 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK