શોપિંગ મૉલમાં મળી હતી અનુષ્કાને ઑફર, બાદ આવી રીતે હિટ થઈ બૉલીવુડમાં

Updated: May 01, 2019, 15:48 IST | મુંબઈ

અનુષ્કા શર્મા બૉલીવુડની એક એવી અભિનેત્રી છે, જેમને સિનેમાં પ્રેમી જ નહીં પરંતુ ક્રિકેટ પ્રેમી પણ ઘણા પસંદ કરે છે.

બર્થ-ડે ગર્લ અનુષ્કા શર્મા
બર્થ-ડે ગર્લ અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા બૉલીવુડની એક એવી અભિનેત્રી છે, જેમને સિનેમાં પ્રેમી જ નહીં પરંતુ ક્રિકેટ પ્રેમી પણ ઘણા પસંદ કરે છે. આજે એટલે કે 1 મે 1988એ અનુષ્કા શર્માનો જન્મદિવસ છે, જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જન્મી છે અને કર્ણાટકના બેંગલુરૂમાં મોટી થઈ અને એણે ફિલ્મ નગરી મુંબઈમાં પોતાનું કરિયર બનાવ્યું. અનુષ્કા આઝે બૉલીવુડની ટૉપ અભિનેત્રીઓમાંથી એક છે, પરંતુ ખાસ વાત એ છે કે આ ઈન્ડસ્ટ્રીમાં આગળ વધતા ઘણી મુશ્કેલી નહીં આવી, જ્યાં લોકોને પહોંચવામાં ઘણા વર્ષો નીકળી જાય છે. જાણો કેવી રીતે અનુષ્કાએ ફિલ્મી દુનિયામાં પગલું રાખ્યુ અને કેવી રીતે આગળ વધી.

 anushka_02

અનુષ્કા શર્માનો જન્મ તો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો, પરંતુ બેંગલુરૂમાં રહી. એમના પિતા કર્નલ અજય કુમાર શર્મા ઑફિસર અને માતા આશિમા શર્મા હોમ મેકર છે. એમના મોટા ભાઈ કર્નેશ શર્મા પણ મર્ચન્ટ નેવીમાં છે. અનુષ્કાએ બેંગલુરૂમાં આર્મી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને બાદ માઉન્ટ કારમેલ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યું. એક આર્મી સાથે જોડાયેલા પરિવારમાં અનુષ્કાનો અભ્યાસ સારી જગ્યા પર થયો.

આ પણ વાંચો : Happy Birthday: અનુષ્કા શર્માની બૉલીવુડ જર્ની પર કરો એક નજર

મૉલમાં મળી હતી મૉડલિંગની ઑફર

વાત વર્ષ 2007ની છે, જ્યારે અનુષ્કા શર્મા બેંગલુરૂના એક શોપિંગ મૉલમાં શોપિંગ કરી રહી હતી. તે સમય દરમિયાન ડેનિમ શૉપ પર એની મુલાકાત એક વ્યક્તિથી થઈ, જેનું નામ છે વેન્ડેલ રૉડ્રિક્સ, જે ફૅશનની દુનિયામાં જાણીતી ડિઝાઈનર છે. તે સમયે જ વેન્ડેલે અનુષ્કાને મૉડલિંગના ક્ષેત્રમાં આવવા કહ્યું હતું અને અનુષ્કાને એના માટે રાજી પણ કરી લીધી હતી. ડિઝાઈનર વેન્ડેલ રૉડ્રિક્સથી મુલાકાત બાદ અનુષ્કાએ એના એક ફૅશન શૉમાં પણ હિસ્સો લીધો હતો અને એમણે અનુષ્કાને પોતાના કરિયર લેક્મે ફૅશન વીકમાં એક મૉડલના રૂપમાં કર્યો, જ્યારે એમણે વેન્ડેલ રૉડ્રિક્સના લેસ વેમ્સ શૉમાં હિસ્સો લીધો હતો. બાદ બૉલીવુડમાં પ્રવેશવા માટે એના માટે દરવાજા ખુલી ગયા અને બૉલીવુડ જગતમાં પ્રવેશ કર્યો.

કિંગ ખાન સાથ કર્યં ડેબ્યૂ

યશરાજ ફિલ્મસમાં એક સફળ ઑડિશન બાદ એમણે પ્રોડક્શન હાઉસની સાથે ત્રણ ફિલ્મોના કરાર પર હસ્તાક્ષર કર્યા. ફિલ્મ 'રબ ને બના દી જોડી' (2008)માં બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની સાથે કામ કરીને એમણે પોતાના કરિયરની શરૂઆત કરી. બાદ એમણે ફિલ્મ 'બદમાશ કંપની' અને 'બેન્ડ બાજા બારાત'માં પણ કામ કર્યું.

anushka_03

ખાન ત્રિપુટી સાથે કામ કર્યું

અનુષ્કાએ બૉલીવુડના ત્રણેવ ખાન સાખે કામ કર્યું છે. એમાં શાહરૂખની સાથે 'રબ ને બના દી જોડી', સલમાન ખાન સાથે 'સુલતાન' અને આમિર ખાન સાથે 'પીકે'માં કામ કર્યું છે. સાથે જ અનુષ્કાએ પોતાના કરિયરને એક અભિનેત્રી સુધી સીમિત નથી રાખી અને પોતાની ફિલ્મ પ્રોડ્યૂસ પણ કરી. એમણે NH10 અને ફિલ્લૌરી, પરી જેવી ફિલ્મોને પ્રોડ્યૂસ કરી છે.

anushka_04

વિરાટ કોહલી સાથે કર્યા લગ્ન

જણાવી દઈએ કે જાન્યુઆરી 2014માં વિરાટ અને અનુષ્કાને લઈને લોકો એમના રિલેશનશિપની ચર્ચા કરવા લાગ્યા હતા અને બન્નેને ઘણા પ્રસંગ અને ઈવેન્ટ્સમાં સાથે જોવામાં આવ્યા હતા. ઘણી વાર અનુષ્કા ભારતના ક્રિકેટ મેચમાં પણ જોવા મળી હતી, જોકે ઘણી વાર ફૅન્સે અનુષ્કાને ક્રિકેટના માટે અનલકી પણ કહીં. ત્યાં ત્રણ વર્ષના લાંબા રિલેશનશિપ બાદ કપલે 11 ડિસેમ્બર 2017માં ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK