Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday Ankita : મણિકર્ણિકા દ્વારા કર્યુ બોલીવુડમાં ડેબ્યૂ

Happy Birthday Ankita : મણિકર્ણિકા દ્વારા કર્યુ બોલીવુડમાં ડેબ્યૂ

19 December, 2019 03:17 PM IST | Mumbai Desk

Happy Birthday Ankita : મણિકર્ણિકા દ્વારા કર્યુ બોલીવુડમાં ડેબ્યૂ

Happy Birthday Ankita : મણિકર્ણિકા દ્વારા કર્યુ બોલીવુડમાં ડેબ્યૂ


ઝીટીવીના ડ્રામા શૉ પવિત્ર રિશ્તા દ્વારા પોતાની ઓળખ બનાવનારી અંકિતા લોખંડે હવે ફિલ્મો તરફ આગળ વધી રહી છે. અંકિતા લોખંડે પોતાના પવિત્ર રિશ્તાના કૉ-સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી ચૂકી છે. એક દિવસ એકાએક બન્નેએ પોતાનું બ્રેકઅપ અનાઉન્સ કર્યું જેના કારણે બન્ને ચર્ચામાં આવી ગયા હતા.

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ઘણાં રિયાલિટી શૉઝનો ભાગ રહી ચૂક્યા છે. પવિત્ર રિશ્તા શૉમાં સાથે કામ કર્યા પછી બન્નેએ સોની ટીવીના શૉ ઝલક દિખલાજા સીઝન 4માં ભાગ લીધો હતો, જ્યાં બન્ને કપલ તરીકે પહોંચ્યા હતા. શૉમાં એક પર્ફોર્મન્સ પછી સુશાંત સિંહે ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં અંકિતાને નેશનલ ટીવી પર પ્રપૉઝ કર્યું હતું.



 
 
 
View this post on Instagram

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onDec 10, 2019 at 8:04pm PST


અંકિતા લોખંડે અને સુશાંત સિંહની મુલાકાત તેમના શૉ પવિત્ર રિશ્તાના સેટ પર પહેલી વાર થઈ હતી. બન્ને વચ્ચે પહેલા જરાપણ વાત થતી ન હતી પણ ધીમે-ધીમે બન્ને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ. સુશાંતે 2011માં અંકિતાને પ્રપૉઝ કર્યું જેના પછી બન્ને લિવ ઇન રિલેશનશિપમાં આવી ગયા હતા.


સુશાંતે ફિલ્મ કાય પો છે સાથે બોલીવુડ ડેબ્યૂ કરવાના કારણે પવિત્ર રિશ્તા શૉને વચ્ચે જ છોડી દીધો. તેના પછી અંકિતાએ શૉના બાગડોર સંભાળી. સુશાંતે વર્ષ 2016ની શરૂઆતમાં પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના અને અંકિતાના લગ્નની અનાઉન્સમેન્ટ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2019ના નવેમ્બરમાં બન્ને લગ્ન કરવાના છે. પણ નવેમ્બર પહેલા જ બન્નેના સંબંધો બગડ્યા. સુશાંત અને અંકિતાએ સોશિયલ મીડિયા પર જ પોતાના બ્રેકઅપના સમાચાર આપ્યા હતા.

બન્નેના બ્રેકઅપ પછી એવી અફવા હતી કે અંકિતા લોખંડે એલ્કોહોલિક થઈ ગઇ છે અને સુશાંત સિંહનો પણ અફેર અન્ય કોઇક સાથે છે. જો કે આ બધી જ અફવાઓ ખોટી પુરવાર થઈ.

જણાવીએ કે હાલ અંકિતા લોખંડે વિકી જૈનને ડેટ કરી રહી છે. થોડાંક મહિના પહેલા જ અંકિતાએ વિકી સાથે કેટલીક તસવીરો શૅર કરી પોતાની રિલેશનશિપને ઑફિશિયલ કરી છે.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

અંકિતાએ આ વર્ષની ફિલ્મ મણિકર્ણિકા સાથે પોતાનો બોલીવુડ ડેબ્યૂ કર્યો છે. તેની પછી તે ટૂંક સમયમાં જ બાગી 3માં દેખાવાની છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રૉફ, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકાઓમાં દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2019 03:17 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK