Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday Anil Kapoor: જાણો 63 વર્ષના યંગમેનની રિયલ લાઇફ સ્ટોરી

Happy Birthday Anil Kapoor: જાણો 63 વર્ષના યંગમેનની રિયલ લાઇફ સ્ટોરી

24 December, 2019 12:06 PM IST | Mumbai Desk

Happy Birthday Anil Kapoor: જાણો 63 વર્ષના યંગમેનની રિયલ લાઇફ સ્ટોરી

Happy Birthday Anil Kapoor: જાણો 63 વર્ષના યંગમેનની રિયલ લાઇફ સ્ટોરી


આજે બોલીવુડના એ સ્ટારનો જન્મદિવસ છે, જે પોતાની ફિલ્મો સાથે-સાથે પોતાના લુક માટે પણ જાણીતા છે. હાલ, તેમની વાતો ફિલ્મોને લઈને ઓછી અને 63 વર્ષની ઉંમરમાં પણ તેમની એનર્જી અને સ્ટાઇલને લઈને વધારે કરવામાં આવે છે. આ સ્ટારનું નામ છે અનિલ કપૂર, લોકો કહે છે કે અનિલ કપૂર એક એવો વ્યક્તિ છે, જે ઉંમર વધતાંની સાથે વધારે યંગ અને એનર્જેટિક થતાં જાય છે.

હજી પણ અનિલ કપૂરની તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને લોકો તેમના લુક અને પર્સનાલિટી વિશે વાતો કરે છે. અનિલ કપૂર 63 વર્ષના થઈ ગયા છે અને હજી પણ ફિલ્મોમાં એક્ટિવ છે. આ વર્ષે પણ અનિલ કપૂર ત્રણ ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જેમાં 'એક લડકી કો દેખા તો એસા લગા', 'ટોટલ ધમાલ', 'પાગલપંતી' સામેલ છે. તો 2018માં પણ તેમની ત્રણ ફિલ્મો આવી હતી.




અનિલ કપૂરનું નામ આજે ટૉપ સ્ટાર્સમાં લેવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે અનિલ કપૂરના આ મુકામ સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યો. હકીકતે, અનિલ કપૂરને શરૂઆતમાં આર્થિક સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું હતું અને પૈસાની અછતને કારણે અનિલ કપૂરને રાજ કપૂરના ઘરમાં ગૈરાજમાં રહેવું પડ્યું હતું, તેના પછી તેણે પોતાનું ઘર લીધું અને બીજા ઘરમાં રહેવા લાગ્યા.


 
 
 
View this post on Instagram

Listening to my workout jams without interruption! Drowning that background noise with #AirPodsPro! Perfect fit! @apple

A post shared by anilskapoor (@anilskapoor) onNov 15, 2019 at 12:47am PST

અનિલે લીડ એક્ટર તરીકે પોતાની પહેલી ડેબ્યૂ ફિલ્મ 1980માં તેલુગુ સિનેમા દ્વારા કરી હતી અને આ ફિલ્મ હતી 'વામસા વ્રુક્ષમ'. જો કે, આ પહેલા અનિલ કપૂર 1979માં ડાયરેક્ટર ઉમેશ મેહરાની ફિલ્મ 'હમારે તુમ્હારે (1979)'માં સપોર્ટિંગ રોલમાં દેખાઇ ચૂક્યો હતો. તેના પછી તેની ઘણી ફિલ્મો રિલીઝ થઈ, જેમણે બૉક્સ ઑફિસ પર કમાલ દર્શાવ્યું અને આથી લોકોના મનમાં સ્થાન બનાવ્યું.

આ પણ વાંચો : દરેક પ્રકારના આઉટફિટમાં સુંદર લાગે છે ઈશા અંબાણી, આ તસવીરો છે પુરાવો

અનિલ કપૂરના પિતા સ્વર્ગીય સુરિંદર કપૂર હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી નરગિસ અને ગીતા બાલીના મેનેજર હતા. અનિલ કપૂરે 'સ્લમડૉગ મિલિયનેયર' દ્વારા હોલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો, આ ફિલ્મને ઑસ્કર્સ એવૉર્ડ દ્વારા પણ નવાજવામાં આવ્યો. અનિલ કપૂરે પહેલી વાર પોતાના અવાજમાં ગીત ગાયું હતું ફિલ્મ 'ચમેલી કી શાદી'માં, તેના પછી ફિલ્મ 'વો સાત દિન'ના ગીત 'તેરે બિના મેં નહીં'માં પણ અનિલ કપૂરે અવાજ આપ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2019 12:06 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK