Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમારના જન્મદિવસે ફૅન્સને મળી ગિફ્ટ, ફિલ્મ 'બેલબૉટમ'નો લૂક જાહેર

અક્ષય કુમારના જન્મદિવસે ફૅન્સને મળી ગિફ્ટ, ફિલ્મ 'બેલબૉટમ'નો લૂક જાહેર

09 September, 2020 12:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અક્ષય કુમારના જન્મદિવસે ફૅન્સને મળી ગિફ્ટ, ફિલ્મ 'બેલબૉટમ'નો લૂક જાહેર

તસવીર સૌજન્ય: પીઆર દ્વારા રજુ કરવામાં આવેલી તસવીરો

તસવીર સૌજન્ય: પીઆર દ્વારા રજુ કરવામાં આવેલી તસવીરો


બૉલીવુડના 'ખિલાડી કુમાર' તરીકે ઓળખાતા અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)નો આજે એટલે કે, 9 સપ્ટેમ્બર 2020ના રોજ 53મો જન્મદિવસ છે. આ પ્રસંગે અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બેલબૉટમ'ની ટીમે અભિનેતાના ફૅન્સને અનોખી ભેટ આપી છે. ફિલ્મનો લૂક રિલીઝ કરીને ફૅન્સને ખુશ કરી દીધા છે. તેમાં અક્ષય ધાકડ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

અક્ષય કુમાર અત્યારે લંડનમાં ફિલ્મ 'બેલબૉટમ'નું શૂટિંગ કરી રહ્યો છે. થોડાક દિવસ પહેલા જ ફિલ્મના સેટ પરથી અક્ષય કુમારની તસવીરો વાયરલ થઈ હતી. હવે ફિલ્મનો લુક સામે આવતા ચાહકો વધુ એક્સાઈટેડ થયા છે. અભિનેતા લાંબી મૂછ અને કાળા ચશ્માની સાથે રેટ્રો અવતરમાં ખૂબ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહ્યો છે. કહેવામાં આવે ચે કે, આ ફિલ્મમાં અક્ષય કુમાર એક જાસૂસની ભૂમિકા ભજવે છે. જે ફિલ્મમાં હાઈજેક થયેલા વિમાનમાં બેઠેલા 212 ભારતીયોને બચાવવાના મિશન પર છે.




અક્ષય કુમારની ફિલ્મ 'બેલબૉટમ' ગુડ ફ્રાયડેના અઠવાડિયામાં 2 એપ્રિલ 2021ના રોજ રિલીઝ થવાની છે. અત્યારે ફિલ્મનું શૂટિંગ સ્કૉટલેન્ડમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર, વાણી કપૂર, લારા દત્તા, આદિલ હુસૈન અને હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન રણજીત તિવારીએ કર્યું છે. પ્રોડયુસ દિપશીખા દેશમુખ અને જેકી ભગનાની કરી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2020 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK