રાજકુમાર રાવની સફળતા પર ફિલ્મમેકર હંસલ મેહતાને એક ખુશ પેરન્ટ જેવો અનુભવ થઈ રહ્યો છે. રાજકુમારે 2010માં આવેલી ‘લવ સેક્સ ઔર ધોકા’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે 2013માં આવેલી હંસલ મેહતાની ‘શાહીદ’થી તેને ઓળખ મળી હતી. હાલમાં જ રિલીઝ થયેલી હંસલ મેહતાની ‘છલાંગ’માં પણ રાજકુમાર રાવે કામ કર્યું છે. એક ઍક્ટર તરીકે રાજકુમારનો ખૂબ જ વિકાસ થયો છે. એ વિશે હંસલ મેહતાએ કહ્યું હતું કે ‘રાજકુમારની સુંદરતા એ છે કે તે કદી પણ નમ્રતા અને ઉદારતા નથી છોડતો, જે તેનામાં હંમેશાંથી જ એક ઍક્ટર તરીકે જોવા મળે છે. તે આજે પણ એ જ વ્યક્તિ છે. પરિવર્તન માત્ર એટલું જ આવ્યું છે કે તે ખૂબ ફેમસ બની ગયો છે. મને લાગે છે કે સફળતા કેટલીક મર્યાદા સાથે આવે છે. તેની સફળતાથી હું ખુશ થયો છું. હું પોતાને એક હૅપી પેરન્ટ જેવો અનુભવ કરી રહ્યો છું.’
કંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
20th January, 2021 18:20 ISTમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 ISTકમલ હાસનની સર્જરી બાદ લોકોએ આપેલા સપોર્ટ અને પ્રાર્થનાઓનો આભાર માન્યો તેમની દીકરી શ્રુતિ અને અક્ષરાએ
20th January, 2021 17:19 IST