હવે સાસુ-વહુ વચ્ચેના સંબંધો પણ બદલાઈ રહ્યા છે: જુહી પરમાર

Published: 27th October, 2020 13:12 IST | Nirali Dave | Mumbai

હમારીવાલી ગુડ ન્યુઝમાં જુહી પરમાર અને સૃષ્ટિ જૈન સાસુ-વહુ બની છે

સૃષ્ટિ જૈન અને જુહી પરમાર
સૃષ્ટિ જૈન અને જુહી પરમાર

‘હમારીવાલી ગુડ ન્યુઝ’થી જુહી પરમારે ટીવી પર કમબૅક કર્યું છે. ઝીટીવી પર ૨૦ ઑક્ટોબરથી શરૂ થયેલા આ શોની વાર્તા સમાજના ટેબુ વિષયની આસપાસ ફરે છે. એમાં એક સાસુ તેના દીકરા-વહુ માટે ગર્ભ ધારણ કરે છે એવું દર્શાવવામાં આવ્યું છે. એ રેણુકા તિવારી નામની સાસુનું પાત્ર ભજવતી જુહી પરમારનું કહેવું છે કે આ શોનો કન્સેપ્ટ વિશિષ્ટ છે અને તે સાસુ-વહુના સંબંધને અલગ લેવલ પર લઈ જાય છે. જુહી પરમાર આ શોમાં એવી સાસુના રોલમાં છે જે પોતાના દીકરા અને પુત્રવધૂ માટે પતિને બાળક કરવા સમજાવે છે. જુહી કહે છે, ‘આપણે લગભગ એવી વાર્તા જોતા આવ્યા છીએ જેમાં સાસુ વહુને બહુ સારી રીતે ટ્રીટ ન કરે અને એકબીજાને નીચાં પાડવા માટે કાવતરાં કરે. જોકે હવે સમય બદલાયો છે. મને લાગે છે કે આજકાલ સાસુ અને વહુનું બૉન્ડિંગ વધ્યું છે અને કેટલાક શોએ એ બૉન્ડ દેખાડવાનો પ્રયત્ન પણ કર્યો છે, પરંતુ ‘હમારીવાલી ગુડ ન્યુઝ’ સાસુ-વહુના સંબંધને એનાથી પણ આગળના લેવલ પર લઈ જાય છે. એક સાસુ પોતાના દીકરા અને વહુ માટે બાળક કરે એ વાત જ નોખી છે. હું આ શોની ફિલોસૉફી સાથે બિલકુલ સહમત છું. આ શો લોકોને વિચારતા કરી મૂકશે. રેણુકાના રોલ માટે મેં એટલે હા પાડી, કેમ કે એની વાર્તામાં સ્ત્રીસશક્તીકરણ દેખાય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK