Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'હમારી બહૂ સિલ્ક'નો દરેક કલાકાર સાવ નોધારો

'હમારી બહૂ સિલ્ક'નો દરેક કલાકાર સાવ નોધારો

20 May, 2020 07:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

'હમારી બહૂ સિલ્ક'નો દરેક કલાકાર સાવ નોધારો

'હમારી બહૂ સિલ્ક'નો દરેક કલાકાર સાવ નોધારો


‘હમારી બહૂ સિલ્ક’ યાદ છે તમને? બને કે ઝી ટીવીનો આ શો તમને અત્યારે યાદ ન હોય, કારણ કે આ શો ગયા વર્ષે જ ઝી ટીવીએ બંધ કરી દીધો, પણ અફસોસની વાત એ છે કે શો સાથે સંકળાયેલા તમામ ઍક્ટરોને માંડ ૧૦ ટકા જેટલું જ પેમેન્ટ મળ્યું છે અને ૯૦ ટકા જેટલું પેમેન્ટ પ્રોડ્યુસરે હજી સુધી ચૂકવ્યું નથી. આ શોમાં બે પ્રોડ્યુસર હતા. શો ચાલુ થયો ત્યારે ક્લે પિક્સર્ચ નામની કંપની પ્રોડ્યુસર હતી જ્યારે એ પછી શો સિલ્વર આઇવરી પ્રોડક્શને ટેકઓવર કર્યો, પણ પેમેન્ટ આપવાનું કામ બેમાંથી એક પણ પ્રોડક્શન-હાઉસે ન કર્યું. હવે બધા ઍક્ટરોએ એકસાથે મળીને પ્રોડ્યુસર અસોસિએશનમાં કમ્પલેઇન કરતાં આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દેકારો બોલી ગયો છે.

ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલના ટીવી વિન્ગના ચૅરમૅન જેડી મજીઠિયાએ કહ્યું કે ‘ઍક્ટર્સને તેમની મહેનતના પૈસા મળવા જ જોઈએ અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમયમાં તો પૈસા તેમને મળવા જ જોઈએ. અમે કાર્યવાહી કરી રહ્યા છીએ જેથી સૌકોઈને તાત્કાલિક પેમેન્ટ મળી જાય અને ભવિષ્યમાં આવું બીજા કોઈ સાથે ન બને એની તકેદારી પણ રાખીશું.’


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2020 07:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK