'ગલી બૉય' ફૅમ સિદ્ધાંત ચર્તુવેદી ચમક્યો અગ્રણી મેગેઝિનના ડિજિટલ કવર પર

Published: Jul 12, 2020, 20:55 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાની સ્ટાયલ પર ફીદા છે લાખો ફૅન્સ

સિદ્ધાંત ચર્તુવેદી
સિદ્ધાંત ચર્તુવેદી

પ્રાઈમ વીડિયોની વૅબ સિરિઝ 'ઈનસાઈડ એજ' અને ફિલ્મ 'ગલી બૉય'માં પોતાના અદ્ભુત અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર અભિનેતા સિદ્ધાંત ચર્તુવેદીએ અગ્રણી મેગેઝિન 'આઈ દિવા'ના મોશન ડિજિટલ કવર પર સ્થાન મેળવ્યું છે. સિદ્ધાંત ચર્તુવેદીએ ફીમેલ ફૅન ફોલોઈંગને લીધે કવર પેજ પર સ્થાન મેળવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે, 'આઈ દિવા'ના કવર પેજ પર ચમકનાર સિદ્ધાંત ચર્તુવેદી પહેલો અભિનેતા છે. આ પહેલા કોઈ પુરૂષ આ મેગેઝિનના કવર પેજ પર સ્થાન મેળવી શક્યો નહોતો. અભિનેતાની ફીમેલ ફૅન ફોલોઈંગને લીધે કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું છે. મોશન ડિજિટલ કવર પેજ પર સિદ્ધાંત ચર્તુવેદીના પ્રથમ સિંગલ કવર 'ધૂપ' તેનું ઓકોસ્ટિક વર્ઝન લેવામાં આવ્યું છે. મેગેઝિને મોશન ડિજિટલના કવર પેજ પર કૅપ્શન આપ્યું છે કે, "Siddhant Chaturvedi, An ‘Outsider’ With An Inside Edge"

સિદ્ધાંતના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તે 'બંટી ઔર બબલી 2'માં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK