ગુલાબો સિતાબો ચેલેન્જમાં ફસાઈ નેહા, પતિ અંગદે કહ્યું, ના હો પાએગા...

Published: Jun 11, 2020, 15:46 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ગુલાબો સિતાબો 12 જૂનના એમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થઈ રહી છે.

નેહા ધૂપિયા
નેહા ધૂપિયા

કોરોના કાળમાં મેકર્સ ફિલ્મો રિલીઝ કરવાની રીત બદલી રહ્યા છે. થિયેટર્સ બંધ છે અને મોટાભાગની ફિલ્મો OTT પ્લેટફૉર્મ્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ગુલાબો સિતાબો 12 જૂનના એમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થઈ રહી છે.

રિલીઝ કરવાની રીત બદલાઇ છે અને પ્રમોશનનો અંદાજ પણ બદલાઇ ગયો છે. ગુલાબો સિતાબોના પ્રમોશન માટે મેકર્સે ગુલાબો સિતાબો ચેલેન્જ શરૂ કરી છે. તમામ સ્ટાર્સે આ ચેલેન્જ એક્સેપ્ટ કરતાં પોતાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. તાજેતરમાં જ નેહા ધૂપિયાએ પણ આ ચેલેન્જ લીધી અને બિગબીએ આપેલી ટંગ ટ્વિસ્ટર લાઇન્સ બોલતાં પોતાનો એક વીડિયો અપલોડ કર્યો.

જો કે, અમિતાભે આપેલી લાઇન્સ "ગુલાબો કી ખટર-પટર સે તિતર-બિતર સિતાબો, સિતાબો કે અગર-મગર સે ઉથલ-પુથલ ગુલાબો" બોલવામાં નેહાના પરસેવા છૂટી ગયા. તે ઘણી રીતે આ લાઇન્સ બોલનાનો પ્રયત્ન કરતી દેખાઇ. નેહાએ જ્યારે આ લાઇન્સ બોલવાનો પ્રયત્ન કર્યો તો તેના પતિ અંગદ બેદીએ તેની મસ્તી કરી.

નેહાએ લખ્યું ફસાઇ ગઈ
જ્યાં નેહા ભૂલ કરે છે ત્યાં અંગદ તેને કરેક્ટ પણ કરી દે છે. જ્યારે નેહા અનેક પ્રયત્નો કરી ચૂકી તો અંગદે વીડિયો ફ્રેમમાં આવીને કહ્યું - નેહા સે ના હો પાએગા. આ વીડિયો શૅર કરતાં નેહા ધૂપિયાએ લખ્યું, "આ ટંગ ટ્વિસ્ટરમાં હું ફસાઇ ગઈ. જે એક વસ્તુ હું બરાબર બોલી તે હતી ગુલાબો." હકીકતે આ વીડિયોમાં નેહાએ ગુલાબી શર્ટ પહેર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK