20 વર્ષમાં પણ નથી બદલાઇ આ અભિનેત્રી, હજી પણ છે એટલી જ ફીટ

Published: Oct 07, 2019, 13:08 IST | મુંબઈ ડેસ્ક

ગુલ પનાગે એક ફોટો કોલાજ શૅર કર્યો છે, જેમાં બે તસવીરો છે. આમાંથી એક તસવીર 20 વર્ષ જૂની છે અને એક તસવીર અત્યારની છે.

ગુલ પનાગ
ગુલ પનાગ

બોલીવુડ અભિનેત્રી ગુલ પનાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલ પોતાની અપકમિંગ ફિલ્મ બાયપાસ રોડ સાથે જ અભિનેત્રી પોતાની એક તસવીરને કારણે ચર્ચામાં આવી ગઈ છે. હકીકતે, ગુલ પનાગે એક ફોટો કોલાજ શૅર કર્યો છે, જેમાં બે તસવીરો છે. આમાંથી એક તસવીર 20 વર્ષ જૂની છે અને એક તસવીર અત્યારની છે.

આ તસવીરોમાં ગુલ પનાગે સ્વિમસૂટ પહેર્યું છે અને બન્ને તસવીરો એક જેવી જ છે. પણ એક તસવીર 20 વર્ષ જૂની છે. ખાસ વાત એ છે કે બન્ને તસવીરોમાં ગુલ પનાગ ખૂબ જ ફીટ અને બોલ્ડ દેખાય છે. તસવીરમાં સ્પષ્ટ દેખાય ચે કે ગુલ પનાગમાં 20 વર્ષ પછી પણ ખાસ ફેરફાર થયો નથી અને તે આજે પણ એટલી જ ફીટ દેખાય છે. 20 વર્ષ જૂની તસવીર શેર કરીને ગુલ પનાગે પોતાના ચાહકોને આશ્ચર્ય ચકિત કરી દીધા છે.

આ બન્ને તસવીરો માલદીવની છે, જ્યાં ગુલ પનાગ હૉલીડે સ્પેન્ડ કરી રહી છે. ગુલ પનાગે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શૅર કરી છે, જેમાં લખ્યું છે, "ત્યારે અને હવે. 20 વર્ષ પછી માલદીવમાં કમબૅક." આ તસવીરમાં ગુલ પનાગમાં વધારે ફરક દેખાતો નથી અને ઉંમરની પણ અસર દેખાતી નથી. આની સાથે જ ગુલ પનાગે પોતાના દીકરા સાથેની પણ કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં મા-દીકરો બીચ પર મસ્તી કરતાં જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

Then and now. 🖤 Back in Maldives after twenty years!! My @marksandspencer swimsuit still going strong ❤️.

A post shared by Gul Panag (@gulpanag) onOct 5, 2019 at 9:42am PDT

આ તસવીર પર યૂઝર્સે કોમેન્ટ પણ કરી છે, "તમારામાં કોઇ જ ફેર પડ્યો નથી અને જો આ વર્ષ ન લખ્યા હોત તો કોઇને ફરક ખબર જ ન પડ્યો હોત." જણાવીએ કે ગુલ પનાગ તાજેતરમાં જ એમેઝોન પ્રાઇમની વેબ સીરિઝ અને મનોજ વાજપેયી સ્ટારર ધ ફેમિલી મેનમાં જોવા મળી હતી. તેના પછી હવે અભિનેત્રી બાયપાસ રોડમાં જોવા મળશે, જે એક નવેમ્બરે રિલીઝ થવાની છે. આ પહેલા સ્ટુડેન્ટ ઑફ ધ યરમાં પણ ગુલ પનાગ જોવા મળી હતી.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

વર્ષ 1999માં મિસ ઇન્ડિયાનું ટાઇટલ જીતી ચૂકેલી ગુલ પનાગ 2014માં ચંદીગઢ સીટ પર આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK