જ્યારે KBCમાં પહોંચેલા ડૉ.નેહા શાહે અમિતાભ બચ્ચન સાથે મસ્ત ફ્લર્ટ કર્યું...

Updated: 5th January, 2021 20:34 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઘાટકોપરનાં ડૉક્ટરે અમિતાભ બચ્ચનને આપી બિંધાસ્ત ફ્લાઇંગ કિસ અને ગાયું ગીત... જુઓ અમિતાભ બચ્ચને શું રિએક્શન આપ્યું...

અમિતાભ બચ્ચન - તસવીર - અમિતાભ બચ્ચન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
અમિતાભ બચ્ચન - તસવીર - અમિતાભ બચ્ચન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

જ્યારે અમિતાભ બચ્ચનની સામે બેસવાનો મોકો મળે ત્યારે અચંબામાં પડી જઇને ચોંકી જવાને બદલે મનમાં જે આવે તે કહી દેવું જોઇએ એવું જો તમે માનતા હો તો તમે ઘાટકોપરના ડૉ.નેહા શાહના ફેન બની જશો એ ચોક્કસ. કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Croerpati) શોની આ સિઝનમાં મહિલાઓ લકી રહી છે પણ હવે મુંબઇની એક મહિલાએ મેદાન માર્યું છે અને કરોડ રૂપિયા જીત્યા છે. આ એપિસોડનો લેટેસ્ટ પ્રોમો તમે જોઇ શકશો જો કે આમાં મજાની વાત એ નથી કે ઘાટકોપરનાં ડૉ.નેહા શાહ આ શોમાં એક કરોડ રૂપિયા જીતી રહ્યા છે પણ જોવાનું એ છે કે કોઇપણ શેહ શરમ રાખ્યા વિના ડૉ.નેહા અમિતાભ બચ્ચન સાથે મસ્ત ફ્લર્ટિંગ કરે છે.  અમિતાભ બચ્ચન નજર સામે હોય પછી કદાચ બીજી કોઇ વસ્તુનું મહત્વ રહેતું નથી તેનો આ બોલતો પુરાવો છે.

ડૉ.નેહા આ સિઝનનાં ચોથા કરોડ પતિ છે અને હોસ્ટ અમિતાભ બચ્ચન તેમને સાત કરોડ રૂપિયાનો સવાલ પણ કરે છે, જો કે પ્રોમોમાં એ નથી ખબર પડતી કે તે સાત કરોડના સવાલ પર આગળ વધે છે કે કેમ? એક કરોડ જીત્યા પછી ખુશખુશાલ ડૉ.નેહા અમિતાભ બચ્ચન માટે ગાય છે આ ગીત અને કહે છે કે, "જિસકા મુઝે થા ઇંતઝાર, જિસ કે લિએ દિલ થા બેકરાર..." પછી તે આ ગીત અમિતાભ બચ્ચનને ડૅડિકેટ કરે છે તો બચ્ચન સાહેબ કહે છે કે અરે મુઝે તો કોઇ લે કર જા ચુકા હૈ...આના જવાબમાં ડૉ.નેહા અમિતાભ બચ્ચનને બિંધાસ્ત કહે છે કે તમારે થોડી વધારે રાહ જોવાની જરૂર હતી. કરોડ રૂપિયા જીતનારા ડૉ.નેહા અમિતાભ બચ્ચનને ફ્લાઇંગ કિસ પણ કરે છે અને કબુલ કરે છે કે સામે એ બેઠા હોવાને કારણે પોતે ગેઇમ પર પુરતું ધ્યાન નથી આપી શકતા. જો કે અમિતાભ બચ્ચનને આ સાંભળીને નવાઇ લાગે છે અને આ બિંધાસ્ત ફ્લર્ટિંગને એ હસતાં હસતાં માણે છે. 

First Published: 4th January, 2021 08:52 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK