‘મોટી બા’ના ૫૦૦ એપિસોડ પૂરા

Published: 19th October, 2011 17:41 IST

ઈ ટીવી ગુજરાતી પર દર સોમથી શુક્રવારે આવતી સિરિયલ ‘મોટી બા’ના ૫૦૦ એપિસોડ પૂરા થયા છે. આ સિરિયલ શરૂઆતથી જ સારી લોકપ્રિયતા મેળવવામાં સફળ થઈ હતી અને કૌટુંબિક જીવનમાં આવતા ઉતાર-ચડાવ પરની આ સિરિયલને નિયમિતપણે ઊંચા ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ) મળ્યા છે.

આ સિરિયલને આટલી લોકપ્રિયતા મળવા પાછળનું એક કારણ એ પણ છે કે ગુજરાતી સિરિયલો અને નાટકોમાં ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી રાગિણીએ ઘણા લાંબા સમય પછી ટીવી પર કમબૅક કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK