ડિરેક્ટર ધર્મેશ મહેતાનો પૉઝિટીવીટી ડોઝ, જીના ઇસી કા નામ હૈ

Published: May 15, 2020, 11:47 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

યુ ટ્યુબ પર પૉઝિટીવ થોટ બાય પૉઝિટીવ પીપલ અંતર્ગત જીના ઇસી કા નામ હૈ નામની પહેલ શરૂ કરી છે જેમાં જોની લિવર, રોહીણી હટંગડી, અનંગ દેસાઇ, મનોજ જોશી, તનાઝ ઇરાની, ટિકુ તલસાણીયા જેવી પ્રતિભાઓ પોતાના મનની વાત રજૂ કરે છે

અનોખો પૉઝિટીવ ડોઝ, જીના ઇસી કા નામ હૈ
અનોખો પૉઝિટીવ ડોઝ, જીના ઇસી કા નામ હૈ

ધર્મેશ મહેતા ગુજરાતી સ્ક્રીન અને થિએટરનું જાણીતું નામ છે તેમણે તારક મહેતા કા ઉલટા ચશ્મા શોનાં 500 એપિસોડ ડાયરેક્ટ કર્યા છે તો મહાત્મા કે મહાત્મા જેવા ભવ્ય થિએટર પ્રોડક્શન્સનું સુકાન પણ સંભાળ્યું છે. લૉકડાઉન અને કોરોનાવાઇરસનાં તાણ ભર્યા સમયમાં કંઇક હકારાત્મક સર્જન અને વાત મુકવાના આશયથી તેમણે એક અનોખી પહેલ યુ ટ્યુબ પર શરૂ કરી છે.

તેઓ નિયમિત પણે યુ ટ્યુબ પર પૉઝિટીવ થોટ બાય પૉઝિટીવ પીપલ અંતર્ગત જીના ઇસી કા નામ હૈ નામની પહેલ શરૂ કરી છે જેમાં જોની લિવર, રોહીણી હટંગડી, અનંગ દેસાઇ, મનોજ જોશી, તનાઝ ઇરાની, ટિકુ તલસાણીયા જેવી પ્રતિભાઓ પોતાના મનની વાત રજૂ કરે છે અને હકારાત્મકતાનું મહત્વ, પોતે કઇ રીતે હકારાત્મક રહે છે અને કઇ રીતે તમામ હકારાત્મક રહી શકે છે તે દિશામાં વાત કરે છે. અહીં હકારાત્મકતા કેળવવાનાં વિચારને અગ્રિમતાએ રખાયો છે.

ધર્મેશ મહેતાએ આ અંગે કહ્યું કે, આ સંજોગોમાં તો જેટલી હકારાત્મકતા મળે તેટલી ઓછી છે અને માટે જ મેં આ પહેલ કરી છે.મારા કામને પગલે હું ઘણાં બધા લોકોના સંપર્કમાં આવ્યો છું, તેઓ મારા અંગત મિત્રો છે એમ પણ હું કહી શકું અને આ કારણકે જ તેમની વાત લોકો સુધી મુકવી જોઇ એમ મને લાગ્યું કારણકે તમામને પ્રેરણાની જરૂર પડે એવો જ આ સમય છે. દરેક સેલિબ્રિટી અનોખી રીતે પોતાની વાત રજૂ કરે છે, પોતાનો અનુભવ, પોતાની સમજ, તો ક્યારેક કોઇ પ્રસંગ શેર કરી તેઓ આ પૉઝિટીવીટીનાં ડોઝને યુનિક બનાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK